Sun Apr 19 2026

Logo

છ કરોડની 5,000 એમડીએમએ ટેબ્લેટ્સ જપ્ત: ટિટલાવાથી મહિલા પેડલર ઝડપાઈ

1 hour ago
Author: Yogesh D Patel
Article Image

મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી) છ કરોડ રૂપિયાની પાંચ હજાર એમડીએમએ (એક્સ્ટસી) ટેબ્લેટ્સ જપ્ત કરીને ડ્રગ ડિસ્ટ્રિબ્યુશન રેકેટમાં સામેલ મહિલા સભ્યની ટિટવાલાથી ધરપકડ કરી હતી. 

એએનસીના ઘાટકોપર યુનિટના સ્ટાફે મળેલી માહિતીને આધારે ટિટવાલાથી 5,000 એમડીએમએ ટેબ્લેટ્સ પકડી પાડી હતી અને અશ્ર્વિની પોળ (35) નામની મહિલાને તાબામાં લીધી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ડ્રગ્સ પાર્ટીઓમાં તથા આગામી કાર્યક્રમોમાં સપ્લાય કરવામાં આવવાનું હતું, એવી પોલીસને શંકા છે.

પકડાયેલી મહિલાના મોબાઇલ ફોન ડેટા અને સંપર્કોની તપાસ કરવામાં આવી રહી છે, જેથી આ સિન્ડિકેટના અન્ય સભ્યો અને તેમના ઇચ્છિત પ્રાપ્તકર્તાઓને ઓળખી શકાય.

ડ્રગ્સની આ જપ્તી પોલીસ દ્વારા ડ્રગ સપ્લાય ચેઇનને તોડી પાડવા માટે ચાલી રહેલી કાર્યવાહીનો એક ભાગ છે. પોલીસે ધરપકડ કરેલી મહિલાને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતાં તેને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે એએનસીના ઘાટકોપર યુનિટે 14 એપ્રિલે 200 એમડીએમએ ટેબ્લેટ્સ જપ્ત કરીને સાકીનાકા વિસ્તારમાંથી ઇરફાન અન્સારીની ધરપકડ કરી હતી.

ઇરફાન અન્સારીની પૂછપરછ દરમિયાન મહિલા ડ્રગ પેડલર અને મુખ્ય સપ્લાયરોનાં નામ સામે આવ્યાં હતાં, જેને પગલે તેમની શોધ ચલાવવામાં આવી રહી હતી અને શનિવારે મહિલાની ધરપકડ કરાઇ હતી.