Sun Apr 19 2026

Logo

પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મોનો દબદબો: ટોપ ટેનમાં 6 ભારતીય ફિલ્મ સામેલ

1 hour ago
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ પાકિસ્તાનીઓ ભારતનો ભલે વિરોધ કરતા હોય, પરંતુ ભારતીય ફિલ્મોનેખૂબ જ પસંદ કરે છે. આવું એક અહેવાલ દ્વારા પ્રમાણિત થયું છે. એવી ઘણી ફિલ્મો છે જેણે પાકિસ્તાનીઓને ઘેલા કરી દીધા છે. આ વીકએન્ડ પર ઓટીટી પર કઈ ફિલ્મ ટોપ પર રહી તેનો એક અહેવાલ પ્રકાશમાં આવ્યો છે, જે ફિલ્મોએ સિનેમાઘરોમાં કઈ ખાસ કમાલ નથી કર્યો તેવી ફિલ્મો ઓટીટી પર ધૂમ મચાવી રહી છે. 
જો કે, ખાસ વાત એ છે કે, આ ફિલ્મોએ પાકિસ્તાનમાં પણ ધૂમ મચાવી છે. પાકિસ્તાનમાં નેટફ્લિક્સ પર ટોપ 10 ફિલ્મો રહી તેમાં 6 ફિલ્મો તો ભારતીય છે. ચાલો વિગતે જોઈએ કે, પાકિસ્તાનીઓને કઈ ભારતીય ફિલ્મો વધારે પસંદ આવી રહી છે....

‘વધ 2’એ પાકિસ્તાનીઓને ઘેલા કર્યાં

નેટફ્લિક્સ પર ટોપ કરી રહેલી ફિલ્મોની વાત કરવામાં આવે તો, પાકિસ્તાનમાં સંજય મિશ્રા અને નીતા ગુપ્તા સ્ટાટર ફિલ્મ સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘વધ 2’ બીજા સ્થાને છે. ‘વધ 2’ સિનેમાઘરોમાં કઈ ખાસ કમાલ કરી શકી નથી, પરંતુ ઓટીટી પર ધૂમ મચાવી રહી છે. આ સાથે શનાયા કપૂર સ્ટારર થ્રિલર ફિલ્મ ‘તુ યા મૈ’ પણ પાકિસ્તાનીઓને ખૂબ જ પસંદ આવી છે. બોક્સઓફિસ પર ફ્લોપ રહેલી ફિલ્મ નેટફ્લિક્સ પર લોકોને ખૂબ જ પસંદ આવી છે. પાકિસ્તાન નેટફ્લિક્સમાં પણ આ ફિલ્મ ટોપ 10માં ત્રીજા ક્રમે રહી છે.

મહિલા સ્ટારર ફિલ્મ પાકિસ્તાનીઓને ગમી

રાણી મુખર્જીની ફિલ્મ ‘મર્દાની 3’એ બોક્સ પર ધૂમ મચાવી અને બંપર કમાણી કરી હતી. હવે આ ફિલ્મ ઓટીટી પણ પોતાની જાદૂ દેખાડી રહી છે. માત્ર ભારત જ નહીં, પરંતુ પાકિસ્તાનમાં પણ આ ફિલ્મે કમાલ કરી દીધી છે. પાકિસ્તાનમાં ટોપ 10માં આ ફિલ્મ પાંચમા ક્રમે રહી છે. આ સાથે ભારતમાં પણ સારી એવી કમાણી કરી લીધી છે. મહિલા સ્ટારર આ ફિલ્મ સારા એવા રૂપિયા છાપી લીધા છે. ત્યાર બાદ વાત કરવામાં આવે તો સાઉથની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 'મૃત્યુંજય' થિયેટરો તો ના ચાલી પરંતુ ઓટીટી પર લોકોની પસંદ બની ગઈ છે. આ ફિલ્મ 11 દેશોમાં ટોપ ૧૦ માં યથાવત છે. જ્યારે પાકિસ્તાનમાં ટ્રેન્ડિંગ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. હજી પણ લોકો આ ફિલ્મને જોઈ રહ્યાં છે.

થિયેટર બાદ ઓટીટી પર વર્ચસ્વ જમાવ્યું

ધૂરંધર ફિલ્મે તો ભારતીય સિનેમાઘરો જ નહીં પરંતુ વિદેશની સિનેમાઘરોમાં પણ ધૂમ મચાવી દીધી હતી. તેની સામે આવેલી કોઈ ફિલ્મને થિયેટરમાં સ્થાન લેવા દીધું નથી. હવે ઓટીટી પર પણ પોતાનું વર્ચસ્વ દેખાઈ રહી છે. ભારતમાં તો આ ફિલ્મ ટોપ પર છે જ પરંતુ સાથે સાથે દુશ્મન દેશ પાકિસ્તાનના લોકો પણ તેને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. આ ફિલ્મ પાકિસ્તાનમાં ટોપમાં  સાતમા સ્થાને રહી છે. ત્યાર બાદ વાત કરવામાં આવે તો, સંજય મિશ્રાની ફિલ્મ ‘વધ’ પણ ધૂમ મચાવી રહી છે. છેલ્લા ચાર વીકથી આ ફિલ્મ નેટફ્લિક્સ પર ટ્રેન્ડ કરી રહી છે. આ સાથે પાકિસ્તાનમાં પણ નેટફ્લિક્સની ટ્રેન્ડિંગ યાદીમાં 8માં સ્થાને ટ્રેન્ડ કરી રહી છે.