Sun Apr 19 2026

Logo

શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિક પાસેથી મળ્યા સેટેલાઈટ ફોન, કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

2 hours ago
Author: Vimal Prajapati
Article Image

શ્રીનગરઃ અહીંના એરપોર્ટ પરથી બે અમેરિકી નાગરિતોની અટકાયત કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એરપોર્ટ જ્યારે આ લોકોના સામાનની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે સેટેલાઈટ ફોન મળી આવ્યાં હતા. એરપોર્ટ સુરક્ષાએ પહેલા તેમની પૂછપરછ કરી હતી, ત્યાર પછી તેમને પોલીસને સોંપી દેવામાં આવ્યા. પોલીસે આ મામલે હવે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 

બંને વ્યક્તિની બેગમાંથી મળી આવ્યો સેટેલાઈટ ફોન

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જે જેની બેગમાંથી સેટેલાઈટ ફોન મળી આવ્યો તેનું નામ જેફરી સ્કોટ છે અને તે અમેરિકાના મોંટાના રાજ્યનો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ લોકો જ્યારે એરપોર્ટ આવ્યાં ત્યારે રાબેતા મુજબ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન તેમની બેગમાંથી સેટેલાઈટ ફોન મળી આવ્યો હતો. આ સેટેલાઈટ ફોન ગાર્મિન કંપની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે ગાર્મિન એક જાણીતી કંપની છે જે જેપીએસ અને સેટેલાઈટ ડિવાઈસ બનાવે છે અને તેનું વેચાણ કરે છે.

અમેરિકી નાગરિક સેટેલાઈટ ફોન સાથે ભારત કેમ આવ્યાં?

પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, અમેરિકન નાગરિકો પાસે સેટેલાઈટ ફોન કેમ હતો? તેમની બેગમાંથી આ ફોન મળી આવ્યો ત્યારે સુરક્ષાકર્મીઓ દ્વારા તે બંનેને રોકી દેવામાં આવ્યાં અને પૂછપરછ શરૂ કરી દીધી હતી. જોકે, હજી સુધી આ વિદેશી નાગરિકોએ સંતોષકારક જવાબ નથી આવ્યો તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેથી હવે આ કેસમાં પોલીસને આગળની તપાસ સોંપવામાં આવી છે. 

ભારતમાં સેટેલાઈટ ફોન પ્રતિબંધિત છે

આ બંને અમેરિકી નાગરિકો શ્રીનગર શા માટે આવ્યાં હતા? તેમનો અહીં આવવાનો હેતું શું હતો? અને તેમની પાસે આ સેટેલાઈટ ફોન કેમ હતો? મહત્વની વાત તો એ છે કે, આવું પહેલી વખત નથી બન્યું, આ પહેલા પણ ભારતના અલગ અલગ એરપોર્ટ પરથી અમેરિકી નાગરિકોને સેટેલાઈટ ફોન સાથે ઝડપી પાડવામાં આવેલી છે. 

ઘણી વખત તો વિદેશી નાગરિકોને જાણ નથી હોતી કે ભારતમાં સેટેલાઈટ ફોન પ્રતિબંધિત છે. પરંતુ આ વખતે આ અમેરિકીની નાગરિકો શ્રીનગરના એરપોર્ટ પર સે઼ટેલાઈટ ફોન સાથે ઝડપાયા હોવાના કારણે શંકાઓ વધી રહી છે.