Sun Apr 19 2026

Logo

ભારત-ઈરાન સંબંધોમાં ખટાશ? ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ભારતે ચેતવણી આપી

1 hour ago
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: ભારત અને ઈરાન વર્ષોથી મિત્ર દેશો રહ્યા છે, યુએસ સાથે સંઘર્ષ વચ્ચે ઈરાને ભારતીય જહાજોને સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની મંજુરી આપી છે. પરંતુ તાજેતરમાં ઈરાનની નેવીએ ભારતીય ક્રૂડ ઓઈલ જહાજો પર હુમલો કરતા બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. ભારતીય અધિકારીઓએ ઈરાનને ચેતવણી આપી છે.
બે ભારતીય જહાજો જગ અર્ણવ અને સન્માર હેરાલ્ડ પર ગોળીબારની ઘટનાની ઘટના બની હતી. ઈરાની નેવીએ ભારતીય જહાજ પર કરેલા ફાયરીંગમાં કોઈ જાનહાની થઇ નથી, એક જહાજ કેબિનનો કાચ તૂટી ગયો છે. 

ઘટના દર્શાવે છે કે ભારતમાં ઈરાની રાજદ્વારી મિશન અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના વલણ વચ્ચે તફાવત છે.

અહેવાલો છે કે IRGC હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ જહાજો પર ટોલ વસૂલવા ઈચ્છે છે, જ્યારે ભારતીય અધિકારીઓ આવી કોઈપણ માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી.

ઈરના યુદ્ધ જહાજે ભારતમાં આશ્રય માંગ્યો:
4 માર્ચના રોજ યુએસ નેવીની એક સબમરીનથી ઈરાનના યુદ્ધ જહાજ IRIS દેના પર ટોર્પિડો વડે હુમલો કર્યો હતો, જેમાં ઈરાન નેવીના 83 મેમ્બર્સ માર્યા ગયા હતાં, ત્યાર બાદ ઈરાનના IRIS લવાનને ભારત પાસે આશ્રય માંગ્યો હતો.

નોંધનીય છે કે ભારત પાસે આશ્રય માંગનાર ઈરાનનું યુદ્ધ જહાજ IRIS લવાન ભારતના કોચી બંદર પર બંધ છે. ઈરાની જહાજના 183 ક્રૂ સભ્યોમાંથી લગભગ 120 સભ્યોને પહેલાથી ઈરાન પરત મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે કેટલાક મુખ્ય ક્રૂ મેમ્બર્સ યુદ્ધ જહાજની જાળવણી માટે કોચી બંદર પર જ રોકાયેલા છે.