તહેરાનઃ ઈરાનના ગાર્ડ દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા ભારતીય ધ્વજ ધરાવતા બે જહાજ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગની આ ઘટનાથી સમગ્ર હોર્મુઝ જળમાર્ગના રૂટમાં તણાવગ્રસ્ત માહોલ જોવા મળી રહ્યો છે.આ ઘટનાનો એક ઓડિયો સામે આવ્યો છે, જેમાં ભારતીય કેપ્ટન ઈરાનના ગાર્ડની હકરત સામે આંખ લાલ કરતા દેખાઈ રહ્યા છે. યુનાઈટેડ કિંગ્ડમ મેરિટાઈમ ટ્રેડ ઑપરેશને પણ આ હુમલાની પુષ્ટિ કરી દીધી છે. આ ઘટનાપછી ભારત સરકારે ઈરાનના રાજદૂત સાથે વાતચીત કરી હતી.
BREAKING | Conversation between an Indian🇮🇳 commercial vessel operator and the Iranian Navy after IRAN fired warning shots to prevent entry into the Strait of Hormuz:
— Iran Military Media (@IRMilitaryMedia) April 18, 2026
“Sepah Navy (IRGC), you gave me clearance to go! you’re firing now? Let me turn back!” pic.twitter.com/N8C5oC8lpo
ઓડિયોમાં સ્પષ્ટતા થઈ
આ વાયરલ ઓડિયોમાં સનમાન હેરાલ્ડના કેપ્ટન બૂમ પાડી રહ્યા છે એવું સ્પષ્ટ સંભળાય છે.તે ઈરાનના ગાર્ડને કડક શબ્દોમાં કહી રહ્યા છે. કેપ્ટન એવું કહી રહ્યા છે કે, ઈરાનની નેવી! આ એક મોટર ટેન્કર સનમાર હેરાલ્ડ છે. તમે મને અહીંયાથી જવા માટેની મંજૂરી આપી હતી,મારા જહાજનું નામ આપની યાદીમાં છે. બીજા ક્રમે જહાજનું નામ છે. હવે તમે જહાજ પર ફાયરિંગ કરી રહ્યા છો? મને પરત ફરવા દો, આ કોલએ ભયાનક સ્થિતિ પર નિવેદન આપે છે, જ્યારે ઈરાનની સેનાએ અચાનક જળમાર્ગ બંધ કરીને હુમલો શરૂ કરી દીધો હતો. ખરેખર તો ભારતીય તિરંગો ધરાવતા સુપર ટેન્કર સનમાન હેરાલ્ડ નામનું જહાજ 20 લાખ બેરલ લઈને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું.
ગોળીબાર શરૂ કરી દીધો હતો
એ સમયે ઈરાનનાગાર્ડે ટેન્કરને ટાર્ગેટ કરીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ રીતે બ્રિટિશ મેરિટાઈમ ટ્રેડ ઑપરેશને પણ એ વાતની પુષ્ટિ કરી હતી કે, બોટ્સ પરથી જહાજ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગના માહોલ વચ્ચેપણ અનેક જહાજોએ એક VHF બ્રોડકાસ્ટ સાંભળ્યું હતું, જેમાં ઈરાનના સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી બંધ કરવાનું એલાન થઈ રહ્યું છે. મેસેજમાં એવું પણ કહેવામાંઆવ્યું હતું કે, અમેરિકા દ્વારા કરેલી વાતચીતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હોર્મુઝમાંથી હવે કોઈ જહાજને પસાર થવા દેવામાં નહીં આવે. આ પછી કેશમ અને લારક દ્વીપ વચ્ચે જહાજની અવરજવર અટકી ગઈ હતી.
રાજદૂતે ઘટના પર નનૈયો કર્યો
ભારતના વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂતને બોલાવીને સમગ્ર ઘટનાથીવાકેફ કર્યા હતા. ભારતે સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય નાવિકો અને જહાજની સુરક્ષા ખૂબ જરૂરી છે અને આ સુરક્ષા એ પ્રાથમિકાતા રહેશે. ટૂંક સમયમાં સુરક્ષિત માર્ગ અપવનાવવામાં આવે, જોકે ભારતમાં ઈરાનના સર્વોચ્ચનેતા પ્રતિનિધિ ડૉ. અબ્દુલ માજિદ હકીમ ઈલાહીએ કહ્યું હતું કે, આ વિશિષ્ટ ઘટનાની મને કોઈ જાણકારી નથી. ભારત અને ઈરાનના સંબંધો વર્ષો જૂના અને મજબૂતછે. સનમાન હેરાલ્ડ અને એમના ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. સરકારી સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી કરી છે.