પાવરપ્લેના ઈતિહાસમાં દિલ્હીનો સૌથી શરમજનક રેકોર્ડ, આખી ટીમ 75 રનમાં ઓલઆઉટ
નવી દિલ્હીઃ અહીંના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીના વાતાવરણમાં અચાનક આવેલા પલટા વચ્ચે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચેની મેચમાં દિલ્હીના દાંડિયા ડુલ થઈ ગયા હતા. ટોસ જીતીને આરસીબીએ પહેલા બોલિંગ લીધી હતી, જેમાં યોજના પ્રમાણે અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી દબાણમાં રમી હતી. પહેલી ઓવરથી આરસીબીના જોસ હેજલવુડ અને ભુવનેશ્વર કુમારે (ભુવી)એ સપાટો બોલાવી દીધો હતો. પહેલી ચાર ઓવરમાં છ અડધી ટીમને પેવેલિયન મોકલીને પાવરપ્લેમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો શરમજનક રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. જોકે, છેલ્લે સુધી દિલ્હી પર દબાણ રહેવાથી 16.3 ઓવરમાં 75 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું.
અરુણ જેટલી સ્ટેડિયમ હજુ પૂરેપૂરું ભરાયું જ નહોતું, ત્યાં ભુવનેશ્વર કુમારે પહેલી ઓવરમાં વિકેટ ઝડપીને જોરદાર દબાણમાં દિલ્હીને લાવ્યા હતા. પાવરપ્લે પહેલા તો દિલ્હીની અડધી ટીમને બંને ધુરંધર બોલરે મોકલી દીધી હતી. આ મેચમાં 36 વર્ષના ભુવનેશ્વર કુમારે સાહિલ પરખ (0), ટ્રિસ્ટન સ્ટબ્સ (પાંચ) અને કેપ્ટન અક્ષર પટેલ (0)નો શિકાર કર્યો હતો. બીજી બાજુ હેઝલવુડે ચાર વિકેટ ઝડપી હતી. હેજલવુડે રાહુલ, નિતિશ રાણા, સમીર રિઝવી અને અભિષેક પોરેલની વિકેટ ઝડપી હતી. પોરેલે સૌથી વધુ રન (33 બોલમાં 3 ચોગ્ગા સાથે 30 રન) બનાવ્યા હતા.
આઈપીએલમાં પાવરપ્લેમાં સૌથી ઓછો સ્કોર
દિલ્હીના ઓપનર સંદતર રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેમાં સાહિલ પરખ, કેએલ રાહુલ, નીતિશ રાણા, સમીર રિઝવી, ટિસ્ટ્રન સ્ટબ્સ, અક્ષર પટેલ અને ડેવિડ મિલરને ભુવનેશ્વર કુમાર અને હેઝલવુડની બોલિંગ સમજમાં આવી નહોતી, પરિણામે પાવરપ્લેમાં સૌથી ઓછા સ્કોરનો શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો.
પાવરપ્લેમાં છ વિકેટે ફક્ત 13 રન દિલ્હીએ બનાવ્યા હતા, જ્યારે એના અગાઉના રેકોર્ડમાં રાજસ્થાન 2009માં બે વિકેટે 14 રન, 2022માં હૈદરાબાદે પણ ત્રણ વિકેટે 14 રન બનાવ્યા હતા. એના પછી પંદર રનમાં બે વિકેટે કેકેઆર, 16 રનમાં એક વિકેટ ચેન્નઈ (2015 અને 2019માં બનાવ્યા હતા.
આરસીબી સામે દિલ્હીએ પહેલી ઓવરમાં પહેલા બોલે સાહિલ પરખની વિકેટ પડી હતી, ત્યારપછી બીજી ઓવરમાં કેએલ રાહુલ, રિઝવી તથા સ્ટબ્સ, અક્ષર પટેલની ત્રીજી ઓવરમાં પડી હતી. ચોથી ઓવરમાં નીતિશ રાણા, નવમી ઓવરમાં ડેવિડ મિલર અને 13મી ઓવરમાં જેમિસનની વિકેટ પડી હતી. ત્યાર પછી કુલદીપ યાદવ અને પોરેલની વિકેટ 16 અને 17મી ઓવરમાં પડી હતી. 16.3 ઓવરમાં દિલ્હીએ 75 રન બનાવતા આરસીબીને જીતવા માટે 76 રન કરવાના રહેશે.