મોસ્કો: મિડલ ઈસ્ટના અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ યથાવત છે. તેવા સમયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના નાયબ વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન પુતિને ઈરાનના ટોચના નેતૃત્વને ખાસ સંદેશ પણ આપ્યો અને તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી.તેમજ કહ્યું કે અમે તમામ મદદ કરીશું જેમા ઈરાનના હિતમાં હશે.
ઈરાનને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે રશિયા ઈરાન અને પ્રદેશના અન્ય દેશોના હિતમાં બધું જ કરશે. આ મુલાકાત એવા સમયે થઈ હતી જ્યારે ઈરાન અમેરિકા વચ્ચે તણાવ યથાવત છે. તેમજ ઈસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટોનું કોઇ પરિમાણ આવ્યું નથી.
અબ્બાસ અરાકચીએ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો
આ મુલાકાત બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું કે ઈરાન સાથે સબંધ વધુ મજબૂત થશે.
ઈરાનના સર્વોચ્ચ નેતાને શુભકામનાઓ પાઠવી
આ ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું હતું કે તેમને ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની તરફથી એક ખાસ સંદેશ મળ્યો છે. પુતિને અરાઘચીને તેમના પરત ફર્યા બાદ સર્વોચ્ચ નેતાને તેમની શુભકામનાઓ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ પહોંચાડવા કહ્યું. આ એક રાજદ્વારી માધ્યમ છે જેના દ્વારા બે રાષ્ટ્રોના ટોચના નેતાઓ એકબીજા સાથે વાતચીત કરે છે.