Mon Apr 27 2026

Logo

ન્યૂઝીલેન્ડ સાથેના મુક્ત વેપાર કરાર આગ્રાના લેધર નિકાસકારો માટે ઘણી તક સર્જશેેઃ ગોયલ

2 hours ago
Author: Ramesh Gohil
Article Image

આગ્રાઃ ન્યૂઝીલેન્ડ સાથેનાં મુક્ત વેપાર કરાર પર આજે અર્થાત્‌‍ 27મી એપ્રિલના રોજ સહી સિક્કા થવાના છે અને આ કરાર થકી તાજમહલના શહેરનાં લેધરના નિકાસકારો સહિત દેશની ઘણી સ્થાનિક કંપનીઓ માટે ઘણી તકો ઊભી થશે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગત રવિવારે વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાને ન્યૂઝીલેન્ડનાં ટ્રેડ અને ઈન્વેસ્ટમેન્ટ ખાતાના પ્રધાન ટોડ મૅક ક્લેની મુલાકાત લીધી હતી અને લેધર તથા સ્પોર્ટસ ગૂડ્સ સહિતનાં વિવિધ ક્ષેત્રોની બિઝનૅસ ફોરમ અને સંગઠનોના પ્રતિનિધિ મંડળો સાથે ચર્ચા કરી હતી.

ગોયલે જણાવ્યું હતું કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સોમાવારે (આજે) મુક્ત વેપાર કરાર થવાની શક્યતા છે અને બન્ને દેશો વચ્ચે આગામી મહિનાઓમાં વેપાર વૃદ્ધિ થશે. 
આ દ્વીપક્ષીય કરારનો આશય મુખ્યત્વે બન્ને દેશો વચ્ચે વેપાર બમણો કરવો, ભારતીય કંપનીઓ માટે ટાપુ ગણાતા દેશની બજારમાં ડ્યૂટી મુક્ત એક્સેસ આપવું અને આગામી 15 વર્ષમાં 2.4 અબજ ડૉલરના રોકાણ આકર્ષિત કરવાનો છે. 

ભારતયી માલ સામાનની ન્યૂઝીલેન્ડ ખાતે નિકાસ કોઈપણ પ્રકારાના વેરા વિના થવાથી આગ્રાના લેધર ઉદ્યોગ સહિત અન્ય ક્ષેત્રો મોટો નોંધપાત્ર તકો સર્જાશે અને કરાર થકી દ્વીપક્ષીય વેપાર 2.4 અબજ ડૉલર જેટલો થશે, એમ તેમણે ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે લેધર અને ફૂટવેર માટે આગ્રા દેશનું સૌથી મોટું મથક છે અને સ્થાનિક પુરવઠા તથા નિકાસમાં તેની મુખ્ય ભૂમિકા છે. હવે ટ્રેડ ડીલ થઈ જતાં ન્યૂઝીલેન્ડ ખાતે લેધર અને ફૂટવેર પરની ટેરિફ જે પાંચ ટકા હતી તે હવે શૂન્ય ટકાના સ્તરે પહોંચતા નિકાસકારોને સ્પર્ધાત્મક લાભ મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.