Mon Apr 27 2026

Logo

દક્ષિણ સુદાનમાં પ્લેન ક્રેશ, 14 લોકોના મોત

South Sudan   1 hour ago
Author: Chandrakant Kanoja
Article Image

ઉત્તરપૂર્વ આફ્રિકાના દેશ સુદાનમાં પ્લેન ક્રેશની ઘટના ઘટી છે. જેમાં દક્ષિણ સુદાનની રાજધાનીમાં એક સેસ્ના પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 13 લોકો અને પાયલોટનું મૃત્યુ થયું છે. આ જાણકારી દેશના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આપી  હતી. તેમજ પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ અકસ્માત ખરાબ હવામાન અને ઓછી  વિઝિબિલિટીના લીધે થયો હતો. 

અકસ્માત જુબાથી 20 કિલોમીટર દૂર થયો

આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, આ પ્લેનના સવાર બે લોકો કેન્યાના નાગરિક હતા. જ્યારે બાકી બધા દક્ષિણ સુદાનના હતા. આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આ અકસ્માત જુબાથી 20 કિલોમીટર દૂર થયો હતો. તેમજ દુર્ઘટનાના જાણ થતાં જ  બચાવ ટીમ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. 

વીડિયોમાં વિમાનનો કાટમાળ આગમાં લપેટાયેલો 

આ અકસ્માતના સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં વિમાનનો કાટમાળ આગમાં લપેટાયેલો દેખાય છે. જ્યારે વીડિયોમાં સ્થળ ડુંગરાળ અને ધુમ્મસથી ઢંકાયેલું દેખાય છે. બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કાટમાળને દૂર કરવાનો કાર્યમાં જોડાઈ છે.