Tue Apr 28 2026

Logo

મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણે વર્ષ 2019ના કેસમાં કોર્ટે એક માસની જેલની સજા સંભળાવી મોકૂફ રાખી

1 hour ago
Author: Chandrakant Kanoja
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રની એક કોર્ટે વર્ષ 2019માં  નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એન્જિનિયર પર કાદવ ફેંકવાના કેસમાં ભાજપના મંત્રી નિતેશ રાણેને દોષિત ઠેરવ્યા છે. તેમજ  તેમને એક મહિનાની જેલની સજા સંભળાવી હતી. તેમજ કોર્ટે આ સજા હાલ મોકૂફ રાખી છે. તેમજ હાઇકોર્ટમાં અપીલ કરવાની મંજૂરી આપી છે. નિતેશ રાણે  હાલમાં કણકવલી વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય છે.  

હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવશે 

સિંધ દુર્ગની જિલ્લા અદાલતના એડિશનલ સેશન્સ જજે આ ચુકાદો આપ્યો હતો. આ  દરમિયાન રાણેના એડવોકેટે  જણાવ્યું હતું કે  આ સજા સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવશે અને આગામી સૂચના સુધી સજા પર રોક લગાવવામાં આવી છે.

એન્જિનિયર પ્રકાશ શેડેકર પર કાદવ ફેંકવામાં આવ્યો હતો 

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનાની વિગત મુજબ 4 જુલાઈ 2019ના રોજ કણકવલીના તત્કાલીન ધારાસભ્ય નિતેશ રાણેએ હાઇવે એન્જિનિયર પ્રકાશ શેડેકરને મુંબઈ-ગોવા હાઇવે પર ચાલી રહેલા ફોર-લેન કાર્યનું નિરીક્ષણ કરવા માટે ગડનદી પુલ પર બોલાવ્યા હતા. આ ઘટના દરમિયાન કામની ગુણવત્તા પર રોષ વ્યક્ત કરતા શેડેકર પર કાદવ ફેંકવામાં આવ્યો હતો. તેમજ  તેમને કાદવમાંથી ચાલવાની ફરજ પાડવામાં આવી હતી.