Tue Apr 28 2026

Logo

ચંદ્રાકાંતા ફેમ પીઢ અભિનેતા ભરત કપૂરનું  નિધન, મુંબઈમાં થયા અંતિમ સંસ્કાર

1 hour ago
Author: Chandrakant Kanoja
Article Image

મુંબઈ: ચંદ્રાકાંતા ફેમ પીઢ અભિનેતા ભરત કપૂરનું લાંબી બીમારી બાદ 80 વર્ષની વયે નિધન થયું હતું. તેમના નિધનની અભિનેતા અવતાર ગિલે પૃષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે ભરત કપૂર છેલ્લા ત્રણ દિવસથી બીમાર હતા.આ પૂર્વે  તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ હું તેમના અંતિમ સંસ્કાર બાદ પરત ફર્યો છું. 

પ્રાર્થના સભા 30 એપ્રિલે તેમના નિવાસસ્થાને યોજાશે 

અભિનેતા અવતાર ગિલે  જણાવ્યું હતું કે , ભરત કપૂરના અંતિમ સંસ્કારમાં ફક્ત થોડા લોકો જ હાજર રહ્યા હતા, જેમાં નજીકના સંબંધીઓ અને અમારા થિયેટર ગ્રુપ, IPTA ના સભ્યોનો સમાવેશ થાય છે. રાકેશ બેદી, દિગ્દર્શક રમેશ કુમાર, અભિનેતા કુલદીપ સિંહ અને અમારા થિયેટર ગ્રુપના કેટલાક અન્ય સભ્યો હાજર હતા. તેમની પ્રાર્થના સભા 30  એપ્રિલે સાંજે 5 થી 7  વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને યોજાશે.

ભરત કપૂરે વર્ષ 1972માં અભિનય કારકિર્દીની શરૂઆત

પીઢ અભિનેતા ભરત કપૂરે વર્ષ 1972માં અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.જે લગભગ ચાર દાયકા સુધી ચાલી હતી. તેમણે  મુખ્યત્વે સહાયક અને ખલનાયક ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા. તેમણે નૂરી (1979), રામ બલરામ (1980), લવ સ્ટોરી (1981), બાઝાર (1982), ગુલામી (1985), આખરી રાસ્તા (1986), સત્યમેવ જયતે (1987),  રંગ (1993), બરસાત (1995), સાજન ચલે સસુરાલ (1996) અને મીનાક્ષી: અ ટેલ ઓફ થ્રી સિટી (2004) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 

ભરત કપૂરે ટીવી શોમાં અભિનય કર્યો  

આ ઉપરાંત ભરત કપૂરે  ટીવી શો  કેમ્પસ, પરંપરા, રાહત, સાંસ, અમાનત, ભાગ્યવિધાતા, તારા, ચુનૌતી અને કહાની ચંદ્રકાંતા કી જેવા ટેલિવિઝન શોમાં પણ અભિનય કર્યો હતો.