ચેન્નાઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમનો મુખ્ય ખેલાડી અને પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીની મેદાન પરની વાપસી વધુ લંબાઈ છે. CSKના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે પુષ્ટિ કરી છે કે, ધોનીને ફરી એકવાર મસલની ઈજા થઈ છે, જેના કારણે હજી તેઓ ટીમમાં સામેલ થઈ શકે તેમ નથી. એટલે કે, સીએસકેના ચાહેકો એમએસ ધોની ક્રિટેટના મેદાન હાલ જોઈ શકશે નહીં.
એમ.એસ. ધોનીની મેદાન પરની વાપસી વધુ લંબાઈ
મહેન્દ્રસિંહ ધોની શરૂઆતમાં બે અઠવાડિયા માટે ટીમથી બહાર હતો, પરંતુ વાપસીની તૈયારી દરમિયાન તેને ઈજાએ થઈ હતી, જેના કારણે તેને ટીમમાંથી બહાર રહેવું પડ્યું. અત્યાર સુધી તે આઠ મેચ રમી શક્યો નથી. કોચ ફ્લેમિંગે જણાવ્યું કે, ‘તે (મહેન્દ્રસિંહ ધોની) ખૂબ જ ઉત્સુક છે, પરંતુ મસલની ઈજા ખૂબ જ જટિલ છે. જો તે મેદાન પર દોડવાનો પ્રયત્ન કરે અને ફરીથી ઈજા ગંભીર થાય, જેથી આખી સીઝનમાંથી પણ બહાર થઈ શકે છે!’ જે ચાહકો માટે દુઃખના સમાચાર છે.
આઠમાંથી પાંચ મેચમાં CSKને પરાજયનો સામનો કરવો પડ્યો
ટીમની વાત કરવામાં આવે તો, ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. આઠમાંથી પાંચ મેચમાં પરાજયનો સામનો કરનાર CSK ને ધોનીની ગેરહાજરી સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. હેડ કોચ ફ્લેમિંગે લધુમાં કહ્યું કે, ધોની અત્યારે ફિઝિયો સાથે સતત મહેનત કરી રહ્યો છે અને નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. ટીમ મેનેજમેન્ટ તેને લઈને કોઈ પણ જોખમ લેવા માંગતું નથી. પરંતુ એમએસ ધોની ટીમમાં નથી તેના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સને હારનો સામનો કરવો પડી રહ્યો છે તેવું ક્રિકેટ નિષ્ણાતો માની રહ્યાં છે.
CSK હાલમાં ટીમ સ્ટેન્ડિંગમાં છઠ્ઠા સ્થાને
ધોની અત્યારે ફિટનેસ મેળવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. ફેન્સ હવે આશા રાખી રહ્યા છે કે તે 2 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાનારી મહત્વની મેચમાં રમતો જોવા મળશે. અત્યારે ટીમ મેનેજમેન્ટ મેડિકલ ટીમની ફાઈનલ ક્લિયરન્સની રાહ જોઈ રહ્યું છે. CSK હાલમાં ટીમ સ્ટેન્ડિંગમાં છઠ્ઠા સ્થાને છે. રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ટીમ આગામી 2 મેના રોજ ચેપોક ખાતે મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે, પરંતુ તેમાં એમએસ ધોની હશે કે નહીં તે અંગે ચોક્કસ કહી શકાય નહીં.