Sun Apr 26 2026

Logo

'કંતારા' મિમિક્રી વિવાદ કેસમાં રણવીર સિંહને મોટી રાહત,  મંદિરે જઈ માફી માગવાનો આદેશ

1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર રણવીર સિંહનો 'કાંતારા' મિમિક્રી વિવાદ વારંવાર ચર્ચાનો વિષય રહ્યો છે, જોકે હાલમાં  આ મામલે અભિનેતા માટે એક સારા સમાચાર છે. કર્ણાટક હાઈકોર્ટે રણવીર સિંહ સામે ચાલી રહેલા કેસને રદ્દ કરી દીધો છે. તેમ છતાં, અભિનેતાએ એક ચોક્કસ શરત પૂરી કરવી જરૂરી છે. તેણે મૈસુરના ચામુંડેશ્વરી મંદિરમાં પ્રાર્થના કરવા અને આશીર્વાદ મેળવવા માટે જવું પડશે. 

એક દ્રશ્યની નકલ કરવી ભારે પડી
નોંધનીય છે કે 2025 માં એક કાર્યક્રમ દરમિયાન, દક્ષિણ ભારતીય અભિનેતા ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા' ના એક દ્રશ્યની નકલ કરતી વખતે અભિનેતાએ દેવતાને "સ્ત્રી ભૂત" તરીકે ઓળખાવ્યા હતા. રણવીર સિંહના વકીલ સાજન પૂવૈયાએ કોર્ટમાં શરત વગર માફીની એફિડેવિટ રજૂ કરી દીધી હતી. આ પછી જજે કેસને રદ્દ કરી દીધો હતો. આ સાથે રણવીરસિંહને મૈસુરમાં આવેલા ચામુંડેશ્વર મંદિર જઈને માફી માંગવાનો આદેશ કર્યો છે. એક્ટરે મંદિર જઈને પૂજા કરવી પડશે અને પ્રાર્થના પણ કરવી પડશે. કોર્ટે કેસ રદ્દ કરતા મંદિરમાં જઈને પાશ્ચાતાપ કરવાનો આદેશ કર્યો છે. 

ચાર અઠવાડિયામાં મંદિરે જવું પડશે
વકીલે કહ્યું હતું કે, રણવીર સુરક્ષના કારણોસર વધારે પડતી આવ-જા કરતા નથી. આ કારણે મંદિર જવા માટેની કોઈ ફિક્સ ડેટ જાહેર કરી નથી. જજે કહ્યું હતું કે, રણવીરના વ્યવહારથી લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. એક્ટરે ચાર અઠવાડિયાની અંદર મંદિરમાં જઈને માફી માગવી પડશે. નોંધનીય છે કે 2025 માં ગોવામાં આયોજિત IFFI દરમિયાન, રણવીર સિંહે ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા' ના એક દ્રશ્યની નકલ કરી હતી. દેવતાને "સ્ત્રી ભૂત" તરીકે ઓળખાવીને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી હતી. રણવીર સિંહની મિમિક્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, તેને લોકો તરફથી ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. રણવીર સિંહના અંગત જીવનની વાત કરીએ તો, તે બીજી વખત પિતા બનવા માટે તૈયાર છે. તેની પત્ની દીપિકા પાદુકોણે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેની ગર્ભાવસ્થાના સમાચાર શેર કર્યા હતા.