Sat Apr 25 2026

Logo

બેંગલુરુના સુપર ડેડી! ૮ મહિનાની દીકરી સાથેનો આ ડાન્સ વીડિયો કેમ થઈ રહ્યો છે વાઈરલ?

1 hour ago
Author: Darshana Visaria
Article Image

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં પિતા-પુત્રીનો અતૂટ પ્રેમ જોવા મળી રહ્યો છે, એટલું જ નહીં પણ આ વીડિયોમાં પિતા અને પુત્રી વચ્ચેનો અતૂટ પ્રેમ અને આનંદ સ્પષ્ટપણે દેખાય છે. ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં...

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સોશિયલ મીડિયા યુઝર અક્ષય પાલીવાલ પોતાની આઠ મહિનાની દીકરી અદ્રિજાને છાતી પર બેબી કેરિયરમાં બેસાડીને હિન્દી ફિલ્મી ગીત પર ડાન્સ કરી રહ્યો છે. પિતાના ડાન્સની સાથે નાનકડી અદ્રિજાનું હસવું અને ખિલખિલાટ નેટિઝન્સનું મન મોહી રહ્યા છે.

અક્ષય અને અદ્રિજાની આ સુંદર ક્યુટ બોન્ડિંગને અદ્રિજાની માતા આકાંક્ષા પાલીવાલે વીડિયોમાં શૂટ કરી લીધું હતું. ઘરનું સાદું વાતાવરણ અને વરસાદની હળવી વર્ષા આ વીડિયોને વધારે નેચરલ અને સ્પેશિયલ બનાવે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર થતાની સાથે જ આ વીડિયોને હજારોની સંખ્યામાં વ્યૂઝ અને લાઈક્સ મળી રહ્યા છે. તમે પણ આ વાઈરલ થઈ રહેલો વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો... 

નેટિઝન્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ વીડિયો પર યુઝર્સ "સો સ્વીટ", "રિયલ ફેમિલી મોમેન્ટ્સ" અને "પ્યુઅર હેપીનેસ" જેવી કોમેન્ટ્સ દ્વારા આ પિતા-પુત્રીની જોડી પર પ્રેમ વરસાવી રહ્યા છે.