Sat Apr 25 2026

Logo
IPL 2026:

કિશન સાતેય મૅચમાં ટૉસ હારેલો, કમિન્સ આવતાવેંત જીત્યોઃ રાજસ્થાનની પ્રથમ બૅટિંગ

1 hour ago
Author: Ajay Motiwala
Article Image

જયપુર: આ વખતની આઇપીએલમાં જયપુરમાં પહેલી જ વખત મૅચ રમાવાની છે અને રાજસ્થાનને હૈદરાબાદ સામેની મૅચમાં પ્રથમ બૅટિંગનો મોકો મળ્યો છે.

હૈદરાબાદ (Hyderabad)ના કમબૅક કેપ્ટન પૅટ કમિન્સે (Cummins) ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. તેની ગેરહાજરીમાં સુકાન સંભાળનાર ઇશાન કિશન (Kishan) સાતેય મૅચમાં ટૉસ હાર્યો હતો, પણ કમિન્સે આવતાવેંત ટૉસ જીતી લીધો છે.

કિશનની કૅપ્ટન્સીના ભરપૂર વખાણ કરનાર કમિન્સે ઇલેવનમાં પોતાના સમાવેશ માટે મદુશન્કાના સ્થાને પડતો મૂક્યો છે, જ્યારે પ્રફુલ્લ હિન્ગેને હર્ષ દુબેની જગ્યાએ રમવાની તક અપાઈ છે.

કમિન્સ તથા હૈદરાબાદના અન્ય બોલર્સ સામે રાજસ્થાનના યુવા ઓપનર્સ વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની આકરી કસોટી થશે.

13મી એપ્રિલે હૈદરાબાદે રાજસ્થાનને આ વખતના પ્રથમ મુકાબલામાં 57 રનથી હરાવ્યું હતું. એ મૅચમાં ઇશાન કિશને 91 રન કર્યા હતા તેમ જ પછીથી હૈદરાબાદના પ્રફુલ્લ હિન્ગે અને સાકિબ હુસૈને ચાર-ચાર વિકેટ લીધી હતી.