રાજસ્થાન રોયલ્સ (RR) નો 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026માં સૌથી વધુ ચર્ચામાં રહેલો ખેલાડી છે, તાજેતરમાં જ વૈભવે તેની બીજી IPL સદી ફટકારી. IPL 2026ની આઠ મેચમાં તેણે 234.86 ના સ્ટ્રાઈક-રેટથી 357 રન બનાવ્યા છે, આ વર્ષે તે ઓરેન્જ કેપનો મજબુત દાવેદાર છે. એવામાં પાકિસ્તાનના એક ક્રિકેટ વિશ્લેષકે આરોપ મુક્યો છે કે વૈભવના બેટમાં AI ચીપ લાગેલી છે, લેબોરેટરીમાં તેની તપાસ થવી જોઈએ.
એક ઈન્ટરવ્યું દરમિયાન પાકિસ્તાનના એક જાણીતા ક્રિકેટ વિશ્લેષક નૌમાન નિયાઝે આરોપ મુક્યો કે સૂર્યવંશી પાવર જનરેટ કરવા બેટમાં AI ચિપ લગાવે છે.
નોંધનીય છે કે નૌમાન નિયાઝ વિવાદાસ્પદ અને અતિશયોક્તિપૂર્ણ ટિપ્પણીઓ માટે જાણીતા. 'સ્મેશહિટ' નામના શોમાં નૌમાન નિયાઝે કહ્યું, "આ બાળક શું કમાલનો છે? તેના બેટની તપાસ કરાવો. જેમ WADA ડોપ ટેસ્ટ કરાવે છે, એમ તેને લેબમાં મોકલો. કદાચ તેના બેટમાં AI ચિપનો લાગેલી છે.”
નોંધનીય છે કે નૌમાન નિયાઝે વૈભવના વખાણ કરતા હળવાશ ભરી શૈલીમાં આ વાત કરી હતી.
🚨 AI chip in Vaibhav Sooryavanshi's bat?
— Tehseen Qasim (@Tehseenqasim) April 26, 2026
- Vaibhav Sooryavanshi is batting like he’s got an AI chip installed. Frankly, just like we have doping tests, he should be tested too. This doesn’t look human. What a player he is!! Unreal! - Dr Nauman Niaz #TATAIPL #RRvsSRH #IPL2026 pic.twitter.com/xUZ4eg2iyU
વૈભવ હજુ ધીમે રમી રહ્યો છે:
નૌમાન નિયાઝે કહ્યું, “વૈભવ વિશ્વાસ ન આવે તેવો ખેલાડી છે. જ્યારે તમે 18 વર્ષના થાઓ છો, ત્યારે તમારા શરીરના સ્નાયુ, બાયસેપ્સ અને ટ્રાઇસેપ્સ બને છે. આ ફક્ત 16 વર્ષનો છે. વિરાટ કોહલી વર્લ્ડ ચેમ્પિયન હતો ત્યારે તેનો જન્મ થયો હતો. તેની પાસે પાવર ગેમ કરતા વધુ ટેકનિક છે. તેના કાંડામાં તાકાત છે, તમે તેની આર્ક જુઓ, તે સંપૂર્ણ 360 ડિગ્રીનો ઉપયોગ કરે છે. તેની સ્ટ્રાઈક રેટ 200 ની આસપાસની છે, હજુ મને એવું લાગ્યું કે તે ધીમેથી રમી રહ્યો, તેની સ્ટ્રાઈક રેટ 300 થઇ શકે છે."
વૈભવના ઇન્ટરનેશનલ ડેબ્યુની રાહ:
વૈભવ સૂર્યવંશીએ IPL 2025 અને 2026 બંને સીઝન મળીને કુલ 15 મેચ રમી છે, અને 222.26 ના સ્ટ્રાઇક-રેટથી કુલ 609 રન બનાવ્યા છે.
આ સીઝનમાં વૈભવ એક સેન્ચ્યુરી અને બે ફિફ્ટી ફટકારી ચુક્યો છે. ઓરેન્જ કેપની રેસમાં વૈભવ કેએલ રાહુલ, વિરાટ કોહલી અને અભિષેક શર્મા જેવા ટોચના ખેલાડીઓ ટક્કર આપી રહ્યો છે, તેણે આઠ મેચમાં 357 રન સાથે બનાવ્યા છે.
ઘણા ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરો BCCIએ વિનંતી કરી છે કે વૈભવને ઝડપથી ભારતીય સિનિયર ક્રિકેટ ટીમમાં સ્થાન આપવામાં આવે.