Tue May 26 2026

Logo

આરોગ્ય પ્લસઃ શ્વસનતંત્રની બીમારી શ્રેણી: હેડકી શું કામ આવે છે પજવે છે?

4 weeks ago
Author: Smriti Shah Maheta
Article Image

સંકલન: સ્મૃતિ શાહ મહેતા

 હેડકી થવાનાં કારણ 
* ઝડપી, વધારે કે મસાલેદાર જમવાથી.
* વધુ પડતાં ઠંડા પીણાં પીવાથી.
* શરીરમાં વધુ પડતી હવા જવાથી - વાતપ્રકોપથી.
* વધુ પડતો અચાનક આનંદ કે મુંઝવણ આવવાથી.
* સિગારેટ કે દારૂના વ્યસનથી....

શું છે હેડકી મટાડવાના ઉપચાર? 

1) આદુંના નાના નાના ટુકડા કરીને એક એક ટુકડો સતત ચાવીને ચૂસતા રહેવાથી હેડકી તરત મટે છે.
2) નાક દ્વારા શ્ર્વાસ અંદર લઈને શક્ય હોય તેટલો રોકી રાખવો, પછી ધીરે ધીરે તે શ્ર્વાસને બહાર કાઢવો. આવું બે થી ત્રણ વાર કરવું.
3) ઠંડા પાણીમાં થોડું મધ નાખીને પી જવું. આનાથી હેડકી તરત જ બંધ થઈ જશે.
4) અડધા લીંબુનો રસ પી જવો અથવા અડધા કપ પાણીમાં અડધું લીંબુ નાખીને તરત જ પી જવું.

5) દસેક ગ્રામ તુલસીનો રસ અને 5 ગ્રામ મધ ભેગું કરી પીવું.
6) સાકર સાથે જીરું ચાવીને ખાવાથી હેડકી બંધ થાય છે.
7) સૂંઠ અને ગોળને ગરમ પાણીમાં મેળવી તેનાં ટીપાં નાકમાં નાખવાં.
8) મૂળાનો રસ 1 ગ્લાસ પીવો.
9) બારીક સૂંઠ કે કાળા મરીની ભૂકી, ભૂંગળી વડે દર્દીના બંને નાકમાં 2-3 વાર ફુંકવાથી હેડકી જરૂર મટે છે.