આહારથી આરોગ્ય સુધીઃ
ડૉ. હર્ષા છાડવા
શરીરને સ્વસ્થ રાખવા ભોજનની સાથે સાથે વિભિન્ન પ્રકારના મેવા અને બીજનો ઉપયોગ જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે શરીરને સૂક્ષ્મ પોષક તત્ત્વોની જરૂરત છે. નાના નાના બીજ શરીરને જરૂરી પોષક તત્ત્વ પ્રદાન કરે છે. આજ બીજ આપણાં ઉત્તમ દોસ્ત કે સાથી છે.
બીજમાંથી મળતા ફાઇબર, પ્રોટીન, ખનિજ અને એન્ટિઓક્સિડેન્ટ જે શરીરને જરૂરી મજબૂતી આપે છે અને રોગો કે સંક્રમણ સાથે લડવાની ક્ષમતા આપે છે. ફાસ્ટફૂડ, જંકફૂડ, મીઠાઇઓ રિફાઇન્ડથી બનેલી ખાદ્ય વસ્તુઓ શરીરમાં એસીડીટી વધારી દે છે. ગ્લાયસોમિક ઇન્ડેક્સ અને ન જોઇતી ચરબીનો વધારો કરી દે છે.
આ ખાદ્ય પદાર્થથી રોગોનું પ્રમાણ વધી જાય છે. ત્યારે આ મેવા કે બીજ શરીરની ઇમ્યુનિટી વધારી બીમારીથી બચાવ કરે છે. આ બીજ જેવા કે અળસી, તલ, સૂરજમુખી બીજ, ચિયા પમકીન સીડ, કલિંગરના બીજ, શક્કરટેટીના બીજ, હુલીમ (એસોરિયે) મેથી તેમ જ સૂકા મેવામાં બદામ, કાજુ, પિસ્તા, અખરોટ, ચિલગોન્ડા, હેન્ડલનટ, બ્રાઝીલનટ, ચેસ્ટ નટ, પ્રીન્ટ, પીકેન જેવા મેવા શરીરને નવચેતના અને રોગોથી લડવાની ક્ષમતા વધારી દે છે.
આ બીજ અને મેવા શરીર માટે ફાઇબરનો, પ્રોટીનનો, ખનિજનો, એન્ટિઓક્સિડેન્ટનો ખજાનો છે જે આંતરડાનો સૂક્ષ્મ જીવો દ્વારા કામ કરીને અમાયનો અને વસા ઉત્પન્ન કરે છે જે રક્તપ્રવાહમાં ગ્લુકોઝ અને લિપિડનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. જે ટાઇપ-ટુ ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સર જેવી બીમારીથી લડવાની ક્ષમતા વધારી દે છે. હૃદય સંબંધી જોખમ કારક કારણો જેવા કે કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લીસરાઇડનું વધવું, એલ. ડી. એલ, બ્લડ પ્રેશર અને સોજાથી બચાવે છે.
ટાઇપ ટુ ડાયાબિટીસ જે ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વધવાને કારણે થાય છે. આ બીજમાંનું અલ્ફા લિનોલેનિક એસિડ, ઇકો સાયેટેનોઇડ એસિડ ડોકોસાહેકસાનોઇડ, એસિડ, ઓમેગા ફેટી એસિડ કારણે ડાયાબિટીસની બીમારી થતી નથી. તેમ જ ફેફસા, હૃદય, આંખોનું, મસ્તિષ્કનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. ડાયાબિટીસના અને પ્રેશરની બીમારીના કારણે કિડનીને થતું નુકસાનથી બચાવે છે. કિડનીને પ્રોટીનની સારી એવી જરૂર પડે છે. આયર્નનું સ્તર જાળવી રાખે છે. સ્વાસ્થ્યમાં સુધાર આંતરડાની અવરોધકતા અટકાવવા અને કેન્સરના જોખમથી બચવા માટે મેવા અને બીજ એ સારો સ્ત્રોત છે.
અળસી એ સુપર પાવર તરીકે મોટો સ્ત્રોત છે. આ બીજનો આહારમાં ઉપયોગ જરૂરી કરી દેવો જોઇએ. જે બધા જ પ્રકારની તકલીફોથી દૂર રાખે છે. પેટની ચરબી, કબજિયાત, કોલેસ્ટ્રોલ, હૃદયની બીમારી, વાળને સુરક્ષિત રાખવા ડાયાબિટીસથી દૂર રહેવા માટે, હાડકાને મજબૂત રાખવા માટે આનો ઉપયોગ થવો જોઇએ. ઓવરઇટિંગથી બચવા આ સીડમાં સોલીબર છે જે ફૂલી જાય જેથી પેટ ભરેલું રહે છે. જેથી ઓવરઇટિંગથી બચી શકાય છે. આમાં પોનીફીલોલ છે જેને લીગનલ કહેવાય છે. જે એન્ટિઓબેસીટીસ એજન્ટ છે. જે ક્યારેય જાડાપણું આવતું નથી. 3 મહિના ખાવાથી લગભગ પરિણામ આપે છે. ઓમેગા ફેટી એસિડના કારણે ત્રણ ફાયદા છે. સ્કીન, વાળ, કોલેસ્ટ્રોલ માટે ખૂબ ઉપયોગી છે. પોટેશિયમનો મોટો સ્ત્રોત છે. બ્રેન પાવર વધારે છે. સ્ટે્રસ ઓછું કરે છે.
તલ : આ બીજ આ કેલ્શિયમનો મોટો સ્ત્રોત છે. તલનું તેલ ભોજન બનાવવા ઉપયોગી છે.જે કેલ્શ્યિમની ઓછપ દૂર કરે છે. તલનો ઉપયોગ કેવી રીતે કરવો એ કહેવાની જરૂર નથી. બસ અમથું લો કે આનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. હાડકાંને મજબૂત રાખવા કે ફ્રેકચરથી બચવા તલ જેવી બીજી કંઇ વસ્તુ નથી.
સૂરજમુખીના બીજ : શરીરને આકર્ષક બનાવે છે. આનો ઉપયોગ લોકો ઓછા પ્રમાણમાં કરે છે. ઓમેગા ફેટી એસિડ શરીર માટે ઘણું જરૂરી છે. જે બહુ ઓછી વસ્તુઓમાં છે. આનો ઉપયોગ કરી તેનો સ્ત્રોત શરીરને આપવો જોઈએ.
પમકીનસીડ: પ્રોટીન, મેગ્નેશિયમ અને પોટેશિયમની સાથે સાથે વિટામિન કેનું પ્રમાણ સારી માત્રામાં છે જે આર્થરાઇટીસથી બચાવે છે. આનું વિટામિન કે હાડકાંમાં કેલ્શિયમનું શોષણ કરવામાં મદદ કરે છે. વિટામિન કેના પણ સ્ત્રોત ઓછા છે. વિટામિન કે માટે આ સીડ વાપરવા યોગ્ય છે.
કલિંગર અને સક્કરટેટીના બીજ : એ પ્રોટીન, પોટેશિયમ અને કેલિશ્યમનો સ્ત્રોત છે. આ બીજ વજન ઘટાડવા, ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘટાડવા માટ ઉપયોગી છે. સ્વાદમાં અનેરો છે. જેથી મુખવાસમાં આનો ઉપયોગ કરી લાભ લઈ શકાય છે. આંખોની ચમક વધારી દે છે. ચામડી લીસી રાખે છે. શાકની ગ્રેવી બનાવવા આનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. આ સીડને ભીંજવીને પીસીને કપડાંથી ગાળી જે દૂધ નીકળે તે વધુ ફાયદાકારક છે.
બધા જ પ્રકારના મેવા (ડ્રાયફ્રૂટ)માં ફાયટા એસિડ છે જે શરીરની ઇમ્યુનીટી વધારી દે છે. પ્રોટીન જે શરીરના બંધારણ માટે જરૂરી છે. તે બધા જ ડ્રાયફ્રૂટમાં છે. નોંધ રાખો કે આ ડ્રાયફ્રૂટસ ફલેવરવાળો કે કલરવાળા ન હોવા જોઇએ. બધા જ ડ્રાયફ્રૂટને પાંચથી છ કલાક ભીંજવીને વાપરવા એટલે કે તેને એકિટવ કરવા. ત્યારે જ તે ખાવા યોગ્ય હોય છે. મેવાની ચીકી, ચટણી, દૂધ કે સ્મુથીમાં નાખી ઉપયોગ કરી શકાય છે.
બધા જ સીડ (બીજ) ડ્રાયફ્રૂટનો ઉપયોગ પ્રમાણસર કરવો જોઇએ. જેમ અતિની ગતિ નથી. તેમ વધુ પ્રમાણમાં ખાઇ લેવાથી નુકસાન થાય છે. અતિ પ્રમાણમાં શેકેલા બીજ, મેવા એ ખાવા યોગ્ય નથી. એટલે કે વધુ પડતાં શેકવા નહીં. કોઇ પ્રકારના ફલેવરવાળા વાપરવા નહીં. ફલેવરવાળા બનાવવા માટે કેમિકલનો ઉપયોગ વધુ થઇ રહ્યો છે.
દવા કે સપ્લિમેન્ટના ઉપયોગથી બચવા માટે, સ્વસ્થ રહેવા માટે યોગ્ય રીતે રોજિંદા ખોરાકમાં અલગ અલગ બીજ અને મેવાનો ઉપયોગ થાય તેવી રીતની યોજના બનાવી લેવાથી ઘણીય તકલીફોથી બચી શકાય છે. હાલમાં દેખાતી વ્યાધિઓ જેવી કે વિટામિન-બી અને વિટામિન -ડીની ઊણપથી પણ બચી શકાય છે.