Tue May 26 2026

Logo

ફોકસ પ્લસઃ હેલ્થ જ નહીં, લાઇફસ્ટાઇલ પણ બદલવાની છે જરૂર

2 weeks ago
Author: Divya Jyoti 'Nandan'
Article Image

દિવ્યજ્યોતિ ‘નંદન’

ફોકસ પ્લસ- આજે લોકો સ્વાસ્થ્યને લઈને વધુ સજાગ બની ગયા છે. સવારમાં લોકો પાર્કમાં જોગિંગ કરવા જાય છે, જિમમાં પણ એક્સરસાઇઝ કરે છે, હાથમાં સ્માર્ટવોચ પહેરીને હેલ્થ પર ચાંપતી નજર રાખે છે. યુવાઓ હવે માત્ર ફિટ રહેવા નથી માગતા, પરંતુ ફિટ્નેસની વ્યાખ્યા જ બદલવા માગે છે. એટલે કે તેઓ ફિટ રહેવાની સાથે જ આખી લાઇફસ્ટાઇલ બદલવા માગે છે. 

ફિટનેસનો નવો અર્થ સ્લિમ નહીં સ્ટ્રોંગ

એક સમય હતો જ્યારે યુવાઓનું લક્ષ ફિટ દેખાવાના નામે પાતળા અને સ્માર્ટ દેખાવ હતો. જોકે હવે તેઓ સ્ટ્રોંગ રહેવાને વધુ મહત્ત્વ આપે છે. આજની પેઢી સિક્સ પેક એબ્સ અથવા ઝીરો ફિગરથી આગળ વધીને તાકાત, સહનશક્તિ અને કાર્યક્ષમતા પર વધુ ધ્યાન આપે છે. યુવતીઓમાં હવે વેટ ટ્રેનિંગનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. હવે તેઓ ફિટ રહેવામાં માને છે. શરીરને સકારાત્મક દૃષ્ટિકોણ જોઈએ છે. હવે તેઓ નર્યો દેખાડો કરવામાં નથી માનતા.

માનસિક સ્વાસ્થ્ય છે જરૂરી

યુવાઓને હવે સમજાઈ ગયું છે કે માત્ર શરીરને સશક્ત બનાવવું જ પૂરતું નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ અગત્યનું છે. યોગ, ધ્યાન અને પ્રાણાયામ તરફ યુવા પેઢી આકર્ષાઈ છે. ડિજિટલ ડિટોક્સ અને માઇન્ડફુલનેસ તેમનો મંત્ર છે. તણાવ ઘટાડવાને પણ યુવાઓ ફિટનેસનું માધ્યમ ગણે છે. એથી માનસિક સ્વાસ્થ્ય તેમના માટે જરૂરી છે.

ડિજિટલ ફિટનેસ

ફિટનેસ હવે ડિજિટલ વર્લ્ડ સાથે જોડાયું છે. સ્માર્ટ વોચ અને ફિટનેસ બેંડથી સ્ટેપ્સ ગણવા હવે સામાન્ય બની ગયું છે. પૂરતી ઊંઘ, હાર્ટ રેટ અને કેલેરી ટ્રેકિંગ જરૂરી છે. મોબાઈલ એપ્સ દ્વારા વર્કઆઉટ પ્લાન કરવામાં આવે છે. યુવાઓ માટે તો આ એક પ્રકારની ગેમ છે. એમાં ક્યારેક ડેટાનું દબાણ પણ વધી જાય છે.

ડાએટ માટે સજાગ

ફિટ રહેવા માટે હેલ્ધી ડાએટ જરૂરી છે. ડાએટ હવે ફિટનેસનો એક ભાગ છે. આ જ કારણ છે કે આજની યુવા પેઢી હાઈ પ્રોટીન ડાએટ, કેલેરી કાઉન્ટિંગ અને પ્રોટીન સપ્લિમેન્ટને મહત્ત્વ આપે છે. આ બધાનો ફાયદાની સાથે નુકસાન પણ છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે ડાએટ ટ્રેનિંગ ક્યારેક જોખમી પણ સાબિત થઈ શકે છે. ફિટનેસ જેટલી સકારાત્મક છે એટલી જ જટિલ પણ છે. સોશ્યલ મીડિયા પર પર્ફેક્ટ દેખાવાનું દબાણ, ઝડપથી રિઝલ્ટ મેળવવાની લાલસા, સ્ટેરોઇડ તથા સપ્લિમેન્ટ ફિટનેસને બદલે દેખાડાનો વિષય બની જાય છે. 

ફિટનેસ બન્યો સામાજિક ઓળખ

આજે ફિટનેસ હવે માત્ર આરોગ્યની વિવિધ પ્રવૃત્તિ સુધી સીમિત નથી. રનિંગ ક્લબ, સાઇકલિંગ ગ્રૂપ્સ, જિમ કમ્યુનિટી હવે એક પ્રકારે સોશ્યલ પ્લેટફોર્મ બની ગયું છે. હવે સોશ્યલ મીડિયામાં એની સ્ટોરીઝ કહેવામાં આવે છે. એથી ફિટનેસનો સંબંધ તમારી આખી પર્સનાલિટી સાથે છે. આ જ કારણ છે કે ફિટનેસ હવે જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. લોકોને એમ દેખાડવું છે કે તેઓ કેટલાં ફિટ છે.

ફિટનેસના નવા માર્ગ

આજની પેઢી માત્ર એક્સરસાઇઝ કરીને સંતુષ્ટ નથી થતી. તેમને પાઇલેટ્સ, ક્રોસ ફિટ અને ફંક્શનલ ટ્રેનિંગ પણ જરૂરી છે. તેઓ રનિંગ અને સ્પોર્ટસ એક્ટિવિટીને અગત્યની માને છે. ઘરે પણ જિમનાં મોંઘા ઇન્સ્ટ્રુમેન્ટ વસાવે છે, જેને તેઓ સ્ટેટસ સિમ્બોલ માને છે. આ તેમની લાઇફનો અગત્યનો ભાગ બની ગયો છે. 

કુલ મળીને આજે ફિટનેસ ટ્રેન્ડ ફક્ત શરીર માટે જ નહીં, પરંતુ જીવનશૈલીનો અવિભાજ્ય ભાગ બની ગયો છે. આ એક પ્રકારે સજાગતાની સાથે જ નવા પ્રકારનો દેખાવો પણ છે.