Tue May 26 2026

Logo

આહારથી આરોગ્ય સુધીઃ પાંચ રૂપિયાનો ગ્લાસ પછી મોટી હૉસ્પિટલની મુલાકાત...

2 months ago
Author: ડૉ. હર્ષા છાડવા
Article Image

ડૉ. હર્ષા છાડવા

ચહા આજ એક એવું પીણું બની ગયું છે જેના વગર દુનિયાભરમાં લોકોની સવાર જાણે અધૂરી છે. ચહા કૈમેલિયા સાઈનેસિસ છોડની તાજી લીલા રંગની પતી અને કળીયોને ઉકાળીને પીવામાં આવતો પદાર્થ છે જે આજના સમયમાં તેના પર ઘણાંય કેમિકલ નાખી ને ટકાઉ બનાવાય છે. ભારતમાં અંગ્રેજોના આવ્યા પછી ચહા આવી. જેમાં હાનિકારક કેમિકલોનો ઉપયોગ કરી બનાવાય છે. ચહા કેફીન એક સામાન્ય એલીમન્ટ છે. તાજી પતીમાં લગભગ ચાર ટકા જેટલું કેફીન છે અને તે દાણા રૂપમાં બનીને તૈયાર થાય ત્યારે લગભગ સાઈઠ ટકાથી નેવું ટકા જેટલું વધી જાય છે. 

ચહાનું સેવન હાનિકારક છે કારણ તેમાં કોઈ ઉચ્ચ ગુણવત્તા જે એવું કોઈ પ્રમાણ નથી. ફક્ત સતર્કતા વધારે છે જેના કારણે બીમારીઓ થાય છે એટલે કે ચહાના સેવનથી શરીર પ્રભાવિત થાય છે ને બીમારીઓ આવે છે. વૈજ્ઞાનિક રીતે પણ કોઈ પ્રમાણ નથી કે ચહા સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે. કોઈપણ જાતના એન્ટી ન્યૂટીએન્ટ નથી જેનાથી શરીરને પોષણ મળે.

ટેનિન અને ઓક્ઝીલેટના કારણે શરીરમાં ફેટ, કાર્બોહાઈટ્રેડ, પ્રોટીનનું પાચન ખોરવાય છે. પ્રોટીનના કારણે શરીરનું બિલ્ડિંગ બ્લોક બને છે જે ખરાબ થાય છે. શરીરનો વિકાસ અટકે છે. બાળકોમાં ચહાના કારણે જ પ્રોટીન બનતું અટકે છે જેથી તેઓ નબળા થાય છે. આંતરડામાં રહેલા ગટના મેજર ન્યૂટ્રીએન્ટ પ્રોટીનને બનવા માટેનાં તત્ત્વો ખોરવાય છે. જેથી ગટ બગડતા વિટામિન બી અને ડીની ખામી સર્જાય છે. જેથી વાળ પર ખરાબ અસર થાય તે ખરવા માંડે છે. સફેદ થવા લાગે છે. કારણ વાસાડાયલેશન થતું નથી. વાસોડાયલેશન એટલે રક્તવાહિનીનું પહોળું થવું જેના કારણે બ્લડનો ફ્લો સારો થાય તે વાળ સુધી ઓક્સિજન પહોંચાડે છે.

ગટમાં કેલ્શિયમનું અવશોષણ (પાચન) ન થાય જેથી હાડકા નબળા પડે. દાંત નબળા થાય કે કેવીટી થાય છે. વજન ન વધે. વાળ પણ જલદી ખરી જાય છે. એનિમિયાના લક્ષણ દેખાવા માંડે છે. મેટાબોલીઝમ સ્લો થાય. સવારના ચહા પીવાના કારણે ઈન્સ્યુલીન બગડી જાય. ચહામાં સાકરના કારણે ગ્લાયસેમિક ઈન્ડેક્સ વધી જાય જેથી ઈન્સ્યુલીન ગ્રોથ ફેક્ટર પર અસર થાય. 

ગ્રોથ ફેક્ટર પર અસર થવાને કારણે ગટના પ્રોટીન લીક થઈ જાય છે કારણ ગટના પ્રોટીન બહુ જ કોમ્પ્લીકેટ હોય છે જેને તોડી ન શકાય, કારણ કે ચહા અને સાકર તેમ જ થેલીના દૂધમાં ઘણાંય, કેમિકલ હોય છે જેથી પ્રોટીનનું પાચન બરાબર થતું નથી અથવા પ્રોટીન બનતું નથી. સાકરના કારણે ‘ઈન્ફલમેશન’ (બળતરા) વધી જાય છે જે ચામડીની સુંદરતા બગાડે છે. યુરિક એસિડ વધી જતા જ બી.પી. વધી જાય અને માયક્રોકોન્ડિયા કામ નથી કરતું. જેથી એનિમિયા, હેરફોલ, ડાયાબિટીસ, થાઈરોઈડ, પીસી.ઓડી થાય છે.

ચહાના કેફેન ટેનિન ટેનીક એસિડ ગ્રીસઓઈલ જેવા કેમિકલ હોય છે. સસ્તી મળતી ચહામાં બેડ અર્સિનિક, કેડિયમ જેવી ઝેરી ધાતુઓ હોય છે જેના કારણે શરીરમાં બળતરા વધી જતાં અલગ અલગ બીમારીઓ પેદા થાય છે. આ બધા કેમિકલ એન્ડીનો સાઈનને બ્લોક કરે છે. જેથી સ્લીપ પ્રેશર ઓછું થાય ને નિંદર પૂરી આવતી નથી. એટલે કે ડીપ સ્લીપ નથી આવતી જેથી મેટાબોલીઝમ પર અસર પડે છે.

ચહામાં દૂધના કારણે ગેસ પેદા થાય છે એટલે કે મિથેલ ગેસ બને છે જેથી પેટ ફૂલી જાય છે. દૂધમાંનું લેકટોઝ લેકટોઝઈનટોલરેંસવાળા લોકોમાં ગેસ પેદા કરે છે. ખાલી પેટે ચહા પીવાથી એસડીટી અને બ્લોટિંગની સમસ્યા વધી જાય છે. મેટાબોલીઝમ સ્લો થવાથી આયર્નનું અવશોષણ (પાચન) થતું નથી જેથી શરીરના હાડકામાં દુખાવો થાય છે. ઉંમર વધતા ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. આનું કારણ છે ચહાની અંદર ફરફયુરાલ કેમિકલ છે જેના કારણે શરીરની નસો અક્કડ થઈ જાય છે. શરીર પણ લચીલાપણું ગુમાવી બેસે છે જેથી ઊઠવું બેસવું મુશ્કેલ બની જાય છે.

ચહાના કારણે વાસોડિલેશન જે એક બહુ આયામી પ્રક્રિયા છે તે પ્રભાવિત થાય છે જે હૃદયનું સ્વાસ્થ્ય ખરાબ કરે છે. આ વાસોડિલેશન જે શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે તેનું નિયંત્રણ જાળવી રાખવા માટે કેફેનથી દૂર  રહેવું જરૂરી બને છે. દુનિયાના કોઈપણ જગ્યાની દવાઓ કામ નહીં આવે. હૃદયના હુમલા વધી જાય છે. ઘણીવાર બી.પી. વધી જતાં પેરાલીસીસ પણ થાય છે. કેલ્શિયમ ચેનલનો પ્રવાહ અટકે છે જેથી પગના ગોઠણ પર અસર થાય છે. આજકાલ તો હૃદયના ઓપરેશનની ટકાવારી કરતાં પગનાં ગોઠણના ઓપરેશનની ટકાવારી ખૂબ ઊંચી છે.

ચહા સાથે ફરસાણ, ચીપ્સ બિસ્કીટનું સેવન શરીરની હાલત હજુ વધુ બગાડી દે છે. નાની વયમાં જ હૃદયના હુમલાના કારણે વધુ મરણનો આંકડો છે. ગરમીના સમયમાં ચહા ને કારણે એસીડીટી વધી જાય છે જેથી માથાનો દુખાવો વધી જાય, પ્રેશર વધી જાય ક્યારેક ઘટી જતાં ચક્કર આવે. ડ્રીહાઈડ્રેશન થાય છે.

આ ઉનાળામાં ઘણી યે જાતના પીણાં બનાવી શકાય છે. વરિયાળીનો કાઢો બનાવી તેમાં બરફ, મધ, દૂધ નાખીને પી શકાય છે. કેસરને પાણીમાં ઉકાળી તેમાં એલચી નાખી ને ઠંડું કરીને બદામનું કે નાળિયેરનું દૂધ નાખી પીવાથી ગરમીમાં લૂ લાગતી નથી. ખસનું શરબત, સબ્જા (તકમરિયા) વગેરે પીણાં લઈ શકાય છે.

ગલીએ ગલીએ ચહા મળવાના કારણે લોકો તેના એટલા આદી બની ગયા છે કે તેમને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે. તે સમજમાં બહુ મોડું આવે છે. તેથી જે આજે બી.પી.ની દવાઓ, ડાયાબિટીસ અને થાઈરોઈડની દવાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાય છે.
પાંચ કે દસ રૂપિયાની ચહાનો ગ્લાસ એક મોટી હોસ્પિટલની મુલાકાત જરૂર કરાવે છે