Thu Apr 23 2026

Logo

પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે ગજગ્રાહ ઘટ્યો, જાણો કારણ

1 day ago
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્યના કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ગજગ્રાહમાં ઘટાડો  જોવા મળ્યો છે. જેમાં ટીએમસી એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ત્યારે હવે કોંગ્રેસે પણ ઇન્ડી ગઠબંધનની પરવા કર્યા વિના ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. 

ટીએમસી અને ભાજપ બંને પર પ્રહાર કરવાની રણનીતિ

હવે કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને ભાજપ બંને પર પ્રહાર કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી.  જેમાં પાર્ટીએ ઇન્ડી ગઠબંધનની પરવા કર્યા વિના  પોતાના ચૂંટણી પ્રચાર, ઉમેદવારોની પસંદગી અને વ્યૂહરચનાની રચના એવી રીતે કરવાનો નિર્ણય લીધો કે જેથી તેની પોતાની બેઠકોની સંખ્યા વધે. 

ટીએમસી 5 સાંસદોને બદલે 21 સાંસદો મોકલ્યા હતા

જોકે, જ્યારે રાહુલે મહિલા અનામત અને સીમાંકનના મુદ્દાનો વિરોધ કર્યો હતો. જેનાથી ટીએમસી બંધારણીય સુધારા વિરુદ્ધ મતદાન કરવા માટે તેના સામાન્ય 5 સાંસદોને બદલે 21 સાંસદો મોકલ્યા હતા. જેના લીધે બંને  પક્ષો વચ્ચે  ઉભો થયેલો ખટરાગ ધીરે ધીરે ઘટી રહ્યો છે. 

સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને ફોન કરીને તેમનો આભાર માન્યો 

તેમજ મહિલા અનામત બિલ નામંજૂર થયા બાદ સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને ફોન કરીને તેમનો આભાર માન્યો છે.  જ્યારે રાહુલ ગાંધીએ અભિષેક બેનર્જીનો આભાર માન્યો હતો. તેમજ તેની બાદ રાહુલ ગાંધી 14 એપ્રિલ પછી પ્રચાર માટે બંગાળની મુલાકાતે નથી ગયા અને  પ્રિયંકા ગાંધીએ આખો પ્રચાર કાર્યક્રમ રદ કર્યો હતો. જ્યારે કોંગ્રેસ પ્રમુખ  ખડગે પણ બંગાળ કોંગ્રેસનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો અને એક દિવસ પ્રચાર માટે ગયા હતા. તેમજ  તેમના હુમલાઓ ફક્ત ભાજપ પર જ હતા.

ખડગે, રાહુલ અને પ્રિયંકા ગાંધીએ  બંગાળથી અંતર જાળવી રાખ્યું

આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, આજે પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે કોંગ્રેસ નેતા 
મલ્લિકા અર્જુન ખડગે, રાહુલ અને પ્રિયંકા ગાંધીએ  બંગાળથી અંતર જાળવી રાખ્યું છે. જોકે, કોંગ્રેસના વલણથી 
મમતાના વિરોધી અને લોકસભા વિપક્ષના પૂર્વ નેતા અધીર રંજન ચૌધરી નારાજ છે.