મુર્શિદાબાદઃ પશ્ચિમ બંગાળમાં પહેલા ચરણના મતદાનમાં માહોલ જામ્યો છે. તેવામાં ઉત્તરમાં દાર્જિલિંગ અને જલપાઇગુડીથી લઈને દક્ષિણમાં મુર્શિદાબાદ, નાદિયા, બીરભૂમ અને હુગલી સુધીના જિલ્લાઓમાં સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થયું અને મતદાન મથકોની બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. પરંતુ આ દરમિયાન મારામારી, હિંસા અને દેશી બોમ્બ ફેકવામાં આવ્યાં હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ચાલુ મતદાન દરમિયાન આવી સ્થિતિ સર્જાઈ હોવાના કારણે મતદારોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો અને હુમાયુ કબીર વચ્ચે બબાલ
વિગતે વાત કરવામાં આવે તો, મુર્શિદાબાદના નવાદા વિધાનસભા મતવિસ્તારમાં તણાવ વધ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો અને હુમાયુ કબીર વચ્ચે અથડામણ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ વિવાદ મારામારી સુધી આવી ગયો હતો. હુમાયુ કબીર અને તૃણમૂલ કોંગ્રેસ કાર્યકરો સામસામે આવી ગયા છે. હુમાયુ કબીર ત્યાંથી જવાનો પ્રયાસ કરી રહ્યા છે; જોકે, એવો આરોપ છે કે તેમને આમ કરવાથી અટકાવવામાં આવી રહ્યા છે. આવો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.
મુર્શિદાબાદમાં ટીએમસી કાર્યકરો અને હુમાયુ કબીર વચ્ચે અથડામણ, વીડિયો વાયરલ થયો#WestBengal #Election #murshidabad pic.twitter.com/5iN8BHEeYY
— MG Vimal - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) April 23, 2026
મુર્શિદાબાદમાં મતદાન દરમિયાન દેશી બોમ્બ ફેંકાયા
મુર્શિદાબાદ જિલ્લાના નૌદામાં મતદાન પહેલા ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ દરમિયાન દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મુર્શિદાબાદ જિલ્લાના નૌદા વિસ્તારમાં હિંસાની ઘટના સામે આવી છે, જ્યાં ચાલી રહેલા મતદાન દરમિયાન કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ કથિત રીતે દેશી બોમ્બ ફેંક્યા હતા. આ હુમલાથી વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં માહોલ ગરમાયો
— MG Vimal - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) April 23, 2026
મતદાન પહેલા મુર્શિદાબાદ જિલ્લાના નાઓડામાં ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ
દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા, જેમાં ઘણા લોકો ઘાયલ થયા#WestBengal #Election #murshidabad pic.twitter.com/yiNbPevYbT
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કૂચ બિહારમાં મતદાન દરમિયાન ટીએમસી કાર્યકરોએ હોબાળો મચાવ્યો છે. તુફાનગંજ-2 બ્લોકના માનસાઈ વિસ્તારમાં બરકોડલી-2 ગ્રામ પંચાયતના બૂથ 237 અને 238 પર ટીએમસી કાર્યકરોએ રસ્તો બ્લોક કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, ફરિયાદ મળતાં પોલીસે ટીએમસી કાર્યકરોને વિખેરી નાખ્યા હતાં. એવો આરોપ છે કે ટીએમસીના કાર્યકરોએ રસ્તો રોક્યો હતો. મતદાન વચ્ચે આવી રીતે શાંતિનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાના કારણે પોલીસ તંત્ર પર સવાલો થઈ રહ્યાં છે.