Thu Apr 23 2026

Logo

પાણીપુરીના પ્રેમમાં પાગલ થઈ જાપાની મહિલા; પતિ સાથે મળીને જાપાનમાં શરૂ કરશે નવો બિઝનેસ...

1 hour ago
Author: Darshana Visaria
Article Image

AI Image


હાલમાં જ્યાં જુઓ ત્યાં પશ્ચિમ બંગાળના રસ્તા પર ખૂબ જ સરળતાથી મળતી ઝાલમૂડીની ચર્ચા થઈ રહી છે ત્યાં સોશિયલ મીડિયા પર જાપાનના ટોક્યોની એક મહિલાએ કરેલી પોસ્ટ પણ ભારે વાઈરલ થઈ રહી છે. ભારતની લોકપ્રિય પાણીપુરીનો જાદુ હવે સાત સમંદર પાર એટલે કે જાપાન સુધી પહોંચી ગયો છે. ચટોક્યોમાં રહેતી એક જાપાની મહિલા પાણીપુરીના પ્રેમમાં એવી રીતે પાગલ થઈ ગઈ છે કે હવે તે જાપાનમાં જ પોતાનો પાણીપુરીનો સ્ટોલ ખોલવાનું વિચારી રહી છે. સોશિયલ મીડિયા પર આ મહિલાની પોસ્ટ જોઈને ભારતીય યુઝર્સ ગર્વ અનુભવી રહ્યા છે. ચાલો જોઈએ બીજું શું કહ્યું છે મહિલાએ પોતાની પોસ્ટમાં... 

જાપાનની આ મહિલાનું નામ છે નામ હર્મીસ અને તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની આ અનોખી સ્ટોરી શેર કરી છે જે હવે વાયરલ થઈ રહી છે. હર્મીસના જણાવ્યા મુજબ, તે અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વાર પાણીપુરી ખાય છે. તેને આ સ્વાદ એટલો પસંદ આવ્યો છે કે તેણે ઘરે બનાવવા માટે ખાસ 'પાણીપુરી કિટ' પણ ખરીદી લીધી છે.

પોતાની પોસ્ટમાં હર્મીસે એવું પણ જણાવ્યું છે કે જોવાની વાત તો એ છે કે, મારો જે પતિ પહેલાં આ અનોખી વાનગીથી દૂર ભાગતો હતો, તે હવે મને સામેથી જાતે જ કહે છે કે મને પણ પાણીપુરીનું એડિક્શન (લત) થઈ ગયું લાગે છે.

 

 

હર્મીસે પાણીપુરી ખાવાનો પોતાનો અનુભવ જણાવતા આગળ એવું પણ કહ્યું હતું કે અનેક વખત હું ટોક્યોના રેસ્ટોરન્ટમાં તે એકલી જ પાણીપુરી ખાવા પહોંચી જાઉ છું. આગળ તેણે પોતાની પોસ્ટમાં મજાકમાં લખ્યું હતું કે, જો મને આ સ્વાદ 40 વર્ષ પહેલાં ખબર પડી હોત તો જિંદગી વધુ મજાની હોત!

હવે મુદ્દાની વાત કરીએ તો હર્મીસે પોતાના પાણીપુરી પ્રત્યેના પ્રેમને કર્મશિયલ એન્ગલ આપવાની દિશામાં આગળ વધી રહી છે. હર્મીસ પાણીપુરી પ્રત્યેના આકર્ષણને જોઈને હવે તે જાપાનમાં જ પોતાનો નાનકડો પાણીપુરીનો સ્ટોલ શરૂ કરવા વિશે ગંભીરતાથી વિચારી રહી છે, જેથી વધુને વધુ લોકો આ મજેદાર વાનગીનો સ્વાદ માણી શકે. 

વાઈરલ થઈ રહેલી પોસ્ટ પર ભારતીય યુઝર્સની મજેદાર પ્રતિક્રિયા સામે આવી રહી છે.  ઈન્ડિયન યુઝર્સ આ પોસ્ટ જોઈને એકદમ રાજીના રેડ થઈ ગયા છે. અને અમુક લોકો તો આ મહિલાને મુંબઈ આવીને 'સેવપુરી' ટ્રાય કરવા કહી રહ્યા છે, તો વળી કોઈ કોલકાતાની 'પુચકા'ના વખાણ કરતાં નથી થાકી રહ્યા. કેટલાક નેટિઝન્સ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે દેશી સ્વાદનો જાદુ જ કંઈક એવો છે કે વિદેશીઓ પણ તેના દીવાના બની જાય છે.

વધુ જુઓ...