નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં એક IRS ઓફિસરની દીકરીની હત્યાના કેસમાં આરોપી રાહુલ સાકેતને કોર્ટે 4 દિવસની પોલીસ કસ્ટડીના આદેશ આપ્યા છે. દિલ્હી પોલીસે જ્યુડિશિયલ કસ્ટડીની માગ કરી હતી, પોલીસે કહ્યું હતું કે, આ કેસમાં તપાસ થોડી વધારે ઝીણવટભરી રીતે કરવાની છે. આ માટે હજુ આરોપીની પૂછપરછ જરૂરી છે. પોલીસે એવી પણ સ્પષ્ટતા કરી કે આરોપી સાથે રહીને ક્રાઈમ સીન રીક્રિએટ કરવા અને આગળની તપાસ માટે અલવર લઈ જવાની પણ જરૂર છે.
કોર્ટમાં ગુનો કબૂલી લીધો
આ સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેલા લોકોએ આરોપીના શરીર પર કેટલાક ઘાવના નિશાન જોયા હતા. આ અંગે કોર્ટમાં આરોપીએ વાત કરી હતી. પોલીસે દાવો કર્યો હતો કે, આરોપી પાસે રોકડા પૈસા અને કેટલાક ઘરેણા હતા જે જપ્ત કરવામાં આવ્યા છે, જે આ કેસમાં મહત્ત્વના પુરાવાઓ તરીકે હોઈ શકે છે. કોર્ટમાં રજૂ કરતી વખતે આરોપીએ પોતે કરેલો ગુનો કબુલી લીધો હતો. કોર્ટમાં પોતાના કબુલનામામાં આરોપીએ કહ્યું હતું કે, મને ક્ષમા કરી દેજો, આ ગુનો મેં કર્યો છે. હું ઘરમાં લૂંટના ઈરાદા સાથે ગયો હતો. મારો ઈરાદોમાત્ર પૈસા લેવાનો હતો. આરોપીએ આપેલા આ નિવેદન બાદ મામલાએ એક નવો વળાંક લઈ લીધો હતો.
પોલીસે શરૂ કરી પૂછપરછ
હાલમાં પોલીસ આરોપીની કડકપણે પૂછપરછકરી રહી છે. મામલા સાથે જોડાયેલી દરેક કડીની તપાસ કરવામાં આવીરહી છે. અધિકારીઓનું એવું કહેવું છે કે, આવનારા દિવસોમાં તે કોઈ મોટા ખુલાસા કરી શકે એમ છે. આરોપી રાહુલની સામે રાજસ્થાનના અલવરમાં પણ એક દિવસ પહેલા એક ગંભીર કેસ નોંધાયેલો છે, જે એમની ગુનાખોરીની પ્રવૃતિઓની સાક્ષી પુરે છે. રિપોર્ટ અનુસાર એક વર્ષ પહેલા તે કોઈની ભલામણથી કામ હેતુ ત્યાં જોડાયો હતો. મોબાઈલનો સતત ઉપયોગ કરવાની અને ગેમ્સ રમવાની ખરાબ ટેવ હતી. વારંવાર લોકો પાસેથી પૈસા ઉછીના લેતો હતો અને સમયસર પાછા પણ આપતો ન હતો. બુધવારે યુવતીના માતા-પિતાએ સૂચનાઆપી હતી કે, એમની દીકરી ઘરમાં બેભાન હાલતમાં પડી હતી. હોસ્પિટલમાં તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો કે, એમનું મૃત્યું થયું છે.
પોલીસને આશંકા રાહુલપર હતી
આ પછી પોલીસે સમગ્રકેસની તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં આશંકા રાહુલ મીણા પર ગઈ હતી, જે ઘરનો નોકર હતો. સીસીટીવી ફૂટેજમાંથી ખ્યાલ આવ્યો હતો કે, આરોપી રાહુલ સવારે 6.30 વાગ્યે કોલોનીમાં એન્ટ્રી લઈ રહ્યો હતો. 6.39 વાગ્યે તે ઘરમાં દાખલ થયો અને આશરે 7.20 વાગ્યે ઘરની બાહર નીકળી ગયો હતો. 41 મિનિટ સુધી તે સતત એ ઘરમાં રહ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીને ઘરના સમગ્ર નક્શાની ખબર હતી. એને ખબર હતી કે, દીકરીના માતા-પિતા સવારે મોર્નિંગ વૉક કરવા માટે જાય છે અને જીમ માટે નીકળે છે. એ સમયે દીકરી ઘરમાં એકલી હોય છે. આરોપીને એ વાતની પણ ખબર હતી કે, ઘરની ચાવી શૂરેકમાં રાખવામાં આવી છે.
દિલ્હીની ઘટનાનું પ્રી-પ્લાનિંગ હતું
ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ કપડાં બદલી નાંખ્યા હતા અને ફરાર થઈ ગયો હતો. પોલીસે યુદ્ધના ધોરણે 15 જુદી-જુદી ટીમને તૈયાર કરીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. દિલ્હીની સાથે રાજસ્થાનમાં પણ અનેક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અંતે દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલી એક હોટેલમાંથી રાહુલ પકડાઈ ગયો હતો.
તપાસમાંથી એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આરોપી એક દિવસ પહેલા જ રાજસ્થાનના અલવરમાં એક કુકર્મની ઘટનાને અંજામ આપી ચૂક્યો હતો. આ મામલે રાજસ્થાનમાં પણ પોલીસ ફરિયાદ થઈ હતી. પોલીસથી બચવા માટે પોતાનો મોબાઈલ 10 હજાર રૂપિયામાં વેંચી નાંખ્યો હતો, જેથી કોઈ રીતે લોકેશન ટ્રેક ન થઈ શકે. આ પછી તેણે 6 હજાર રૂપિયામાં વાહનબુક કર્યું અને દિલ્હી પહોંચી ગયો હતો. એ પછી દિલ્હીના કૈલાશહિલ્સ વિસ્તારમાં ગયો અને પ્લાનિંગ અનુસાર ઘટનાને અંજામ આપી દીધો.