Thu Apr 23 2026

Logo

ગ્લેમર છોડી આ ક્યાં પહોંચી સારા અલી ખાન, ફોટો શેર કરીને કહી ખાસ વાત...

2 hours ago
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અવારનવાર પોતાના શેડ્યુલમાંથી બ્રેક લઈને વેકેશન પર ફરવા જતી હોય છે અને ફરી એક વખત સારા તેની ટ્રાવેલ ડાયરીને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. વ્યસ્ત શેડ્યૂલમાંથી બ્રેક લઈને સારા હંમેશા પ્રકૃતિના ખોળામાં સમય પસાર કરવાનું પસંદ કરે છે અને આ વખતે પણ તેની પહાડોની સફરની તસવીરો ચાહકોનું દિલ જીતી રહી છે. ચાલો જોઈએ શું છે ખાસ સારાની પોસ્ટમાં અને સારા ક્યાં ફરવા પહોંચી છે... 

એક્ટ્રેસ સારા અલી ખાને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ વેકેશનના ફોટો શેર કર્યા છે. જોકે, કેપ્શનમાં સારાએ પોતાના વેકેશન ડેસ્ટિનેશનનું નામ નથી જણાવ્યું પણ ફોટો અને વીડિયોમાં જોવા મળતાં નજારા પરથી ફેન્સ એવો અંદાજો લગાવી રહ્યા છે કે સારા હિમાલયની આસપાસ કોઈ જગ્યાએ ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરી રહી છે.  

સારાએ શેર કરેલાં એક વીડિયોમાં સારા પાણીની વચ્ચે બનેલા પુલમાં રિલેક્સ કરતી જોવા મળી હતી. પહાડોની હરિયાળી અને ઠંડી હવા વચ્ચે તેનો આ અંદાજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સારા માત્ર ફરવા ખાતર જ નથી જતી, પણ તે ત્યાંના લોકો સાથે પણ કનેક્ટ કરવાનું પસંદ કરે છે. એકાદ ફોટોમાં કે તે લોકલ ફેમિલી સાથે બેસીને વાતચીત કરતી અને લોકલ ફૂડનો સ્વાદ માણતી જોવા મળી હતી.

સારાએ પ્રખ્યાત પર્વતારોહક સર એડમંડ હિલેરીનો ક્વોટ લખ્યો છે જેનો અર્થ એવો થાય છે કે આપણે પહાડ પર વિજય નથી મેળવવાનો, પરંતુ આપણી જાત પર વિજય મેળવવાનો છે. એડમંડ હિલેરીનો આ ક્વોટ સારાની સફરની ફિલોસોફીને સ્પષ્ટ કરે છે.

રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર સારા અલી ખાન ઉત્તરાખંડના પનવાલી કાંઠા ટ્રેક પર ગઈ છે, જે ઉત્તરાખંડના સૌથી સુંદર છતાં ઓછા જાણીતા ટ્રેકમાંથી એક છે. સારા અલી ખાને અહીંની શાંતિ અને સુંદરતાના વખાણ કરતા તેના ફેન્સને પણ નવા પ્રવાસ માટે પ્રેરણા આપી છે.

પનવાલી કાંઠા ટ્રેકની ખાસિયત વિશે વાત કરીએ તો અહીંથી હિમાલયની પર્વતમાળાઓનો ૩૬૦ ડિગ્રી વ્યૂ જોવા મળે છે. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના પહાડો અહીંથી સ્પષ્ટ જોઈ શકાય છે. આ સિવાય અહીં એશિયાના સૌથી મોટા અને સુંદર ઘાસના મેદાનો (બુગ્યાલ) આવેલા છે. ઉનાળામાં અહીં હરિયાળી અને શિયાળામાં બરફની ચાદર જોવા મળે છે. મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી આ મધ્યમ કક્ષાનો ટ્રેક છે, જે નેચર સાથે જોડાવવા માંગતા ટ્રેકર્સ માટે ઉત્તમ છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન ટૂંક સમયમાં ફિલ્મ 'પતિ પત્ની ઔર વો દો'માં જોવા મળશે. આ ફિલ્મ 2019માં આવેલી સુપરહિટ ફિલ્મ પતિ, પત્ની ઔર વોની સિક્વલ હોવાનું કહેવાઈ રહ્યું છે. મુદસ્સર અઝીઝ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 15મી મેના રોજ રિલીઝ થઈ શકે છે, જેમાં તેની સાથે આયુષ્માન ખુરાના, રકુલ પ્રીત સિંહ અને વામિકા ગબ્બી પણ મુખ્ય ભૂમિકામાં છે.