વોશિંગટનઃ અમેરિકાના પૂર્વ રાજદૂત રહેલ ઈમેન્યુઅલે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિ સામે આકરા પ્રહારો કર્યા છે. એક મહત્વપૂર્ણ નિવેદનમાં ઈમેન્યુઅલે દાવો કર્યો છે કે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયોને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો નબળા પડ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ટ્રમ્પની અસ્થિર નીતિઓએ બંને લોકશાહી દેશો વચ્ચેના વિશ્વાસને અસર પહોંચાડી છે. ઈમેન્યુઅલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જો તેઓ ફરી સત્તામાં આવશે તો તેમનું પ્રાથમિક લક્ષ્ય ભારત-અમેરિકાના સંબંધોને ફરીથી નવી ઊંચાઈ પર લઈ જવાનું રહેશે.
સંબંધોને લઈને ચિંતા વ્યક્ત કરી
અમેરિકાના પૂર્વ રાજદૂત રહેમ ઈમેન્યુઅલે ડૉનાલ્ડ ટ્રમ્પના વલણને લઈને પ્રતિ ક્રિયા આપી દીધી છે. આ વિષય પર વાત કરતા તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પની ભાષા અને વલણને કારણે અમેરિકાના સાથી રાષ્ટ્ર અમેરિકાથી દૂર થઈ રહ્યા છે. સંબંધો તોડી નાંખવાના મૂડમાં છે. ભારત, જાપાન અને કોરિયા જેવા મહત્ત્વના રાષ્ટ્ર પણ ટ્રમ્પની પોલિસીને કારણે અસહજ અનુભવ કરી રહ્યા છે. આની નોંધ વિશ્વકક્ષાએ લેવાઈ રહી છે.
ટ્રમ્પના સતત બદલતા નિવેદન અને વલણની નોંધ લેવાઈ રહી છે. અમેરિકામાં પણ એની અસર દેખાવવાની શરૂ થઈ ચૂકી છે. પૂર્વ રાજદૂતે ભારત-અમેરિકા સંબંધો અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ભારત-અમેરિકાના સંબંધોને સીધી અસર
ડૉનાલ્ડ ટ્રમ્પની પોલીસીને લઈને પૂર્વ રાજદૂતે જણાવ્યું હતું કે,ટ્રમ્પની પોલીસીએ ભારત અને અમેરિકાના સંબંધો નબળા પાડી દીધાછે. હવે તે સત્તા પર યથાવત રહે છે તો આ સંબંધોને ફરીથી મજૂબત કરવાના પ્રયાસ કરશે. એક મુલાકાતમાં ભારત અને અમેરિકાના સંબંધો પર વાત કરતા કહ્યું હતું કે ટ્રમ્પના શાસનદરમિયાન અમેરિકાએ ભારતને દૂર કરી દીધું છે. છેલ્લા 30 વર્ષોમાં દરેક અમેરિકીએ ભારત સાથેના સંબંધો વધુ ગાઢ અને એકબીજાથી નજીક લાવવા પ્રયાસ કર્યા છે.
ટ્રમ્પે આ તમામપ્રયાસોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ટ્રમ્પની ભાષા અને વલણને કારણે અમેરિકાના સાથી દેશ પણ અમેરિકાનો સાથ છોડી રહ્યા છે. અમેરિકા સાથેના સંબંધો તોડી નાંખવાના મૂડમાંછે. ભારત, જાપાન અને કોરીયા જેવા મહત્ત્વના રાષ્ટ્ર અમેરિકાના મોટા ભાગીદાર દેશ છે.
પાકિસ્તાન તરફી તરફેણ યોગ્ય નથી
પૂર્વ રાજદૂત રહેમ ઈમેન્યુઅલે ડેમોક્રેટિક પાર્ટીમાંથી છે. એમનું આ નિવેદન એટલા માટે મહત્ત્વનું માનવામાં આવે છેકારણ કે, અમેરિકામાં હવે રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આગામી વર્ષ 2028માં તે રાષ્ટ્રપતિની ચૂંટણીના મેદાને ઊતરે એવી પૂરી શક્યતાઓ સેવાઈરહી છે. ટ્રમ્પે એવા અનેક કિસ્સાઓમાં ભારતના બદલે પાકિસ્તાનની તરફેણ કરી હતી. અમેરિકાનો ઝુકાવ પાકિસ્તાન બાજુ ઢળતો દેખાયો છે. આ મુદ્દો અમેરિકાની ફોરેન પોલિસી માટે સારો નથી અને યોગ્ય પણ નથી.
ગત વર્ષે ભારત પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી તણાવગ્રસ્ત સ્થિતિને લઈને ટ્રમ્પે કરેલું નિવેદન પણ યોગ્ય નથી. એ સમયે ટ્રમ્પનું નિવેદન ભારતના વલણથી વિપરિતહતું. આ કારણે ભારતમાં પણ અમેરિકા પ્રત્યે અસહજતા ઊભી થઈ છે. ભારતને પણ નારાજગી અનુભવાઈ છે. પણ ટ્રમ્પની પોલિસીને કારણે આવા ઘણાય દેશ અસહજ મહસૂસ કરી રહ્યા છે.