Thu Apr 23 2026

Logo

દિલ્હીમાં રેપ એન્ડ મર્ડર કેસ: દિલ્હી આવતા પહેલા આરોપીએ અલવરમાં પણ બળાત્કાર ગુજાર્યો હતો

3 hours ago
Author: Savan Zalariya
Article Image

દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં મહિલાનોની સલામતી સામે અંગે સવાલો ઉઠતા આવ્યા છે, એવામાં બુધવારે સવારે દક્ષિણ પૂર્વ દિલ્હીના કૈલાશ હિલ્સ વિસ્તારમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસ(IRS)ના એક વરિષ્ઠ અધિકારીની 22 વર્ષીય દીકરી પર બળાત્કાર અને તેની હત્યાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે શંકાસ્પદને આ ઘટનાની થોડી કલાકો પહેલા જ રાજસ્થાનમાં એક મહિલાનું જાતીય શોષણ કર્યું હતું. 

દિલ્હી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે 23 વર્ષીય શંકાસ્પદ રાહુલ મીણાએ દિલ્હીમાં ગુનો આચાર્યાના થોડા કલાકો પહેલા રાજસ્થાનના અલવરમાં અન્ય મહિલા પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. 

મિત્રની પત્ની પર બળાત્કાર:
અહેવાલ મુજબ મંગળવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ અલવર પોલીસને એક મહિલા તરફથી બળાત્કારની ફરિયાદ મળી હતી. જાણકારી મુજબ આરોપી રાહુલ મીણાએ તેના મિત્ર પત્ની પર જ બળાત્કાર ગુજાર્યો હતો, ત્યાર બાદ તે રાતોરાત એક વાન ભાડે કરીને દિલ્હી પહોંચ્યો હતો. 

અલવરના પોલીસના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ફરિયાદી મહિલાએ આરોપ લગાવ્યો છે કે આરોપી રાહુલ મીણા તેના પતિનો મિત્ર છે. મંગળવારે મોડી રાત્રે રાહુલ તેના ઘરે આવ્યો, મહિલાનો  પતિ એક લગ્ન પ્રસંગમમાં હાજરી આપવા બહાર ગયો હતો. મહિલાને એકલી જાણીને રાહુલે તેનું જાતીય શોષણ કર્યું. 

રાતોરાત દિલ્હી પહોંચ્યો:
અહેવાલ મુજબ આરોપી તરત જ અલવાર છોડીને દિલ્હી ભાગી ગયો, તેણે તનો ફોન ₹10,000 માં વેચી દીધો હતો, એક વાન ભાડે લીધી હતી, અને ડ્રાઇવરને ટ્રિપ માટે ₹6,000 ચૂકવવાનું કહ્યું. જોકે, તે દિલ્હી પહોંચ્યો અને ડ્રાઇવરને પૈસા ચૂકવ્યા વિના વાનમાંથી નીચે ઉતરીને ભાગી ગયો.

આરોપીને જુગારની લત:
અલવર પોલીસના જણાવ્યા મુજબ આરોપી રહુલ અને મહિલાનો પતિ જુગાર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. ઓનલાઈન જુગારમાં રાહુલ વધુ રૂપિયા હારી જતાં તે લૂંટના ઈરાદે બુધવારે સવારે 6.39 વાગ્યે દિલ્હીના કૈલાશ હિલ્સ વિસ્તારમાં IRS અધિકારીનાં ઘરે પહોંચ્યો હતો. 

આરોપીએ ઘરમાં હાજર 22 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજાર્યો અને હત્યા કરી હતી, ત્યાર બાદ આરોપી એક કાળા બેકપેકમાં રોકડ અને કિંમતી વસ્તુઓ લઈને ભાગી ગયો. પોલીસે આરોપી રાહુલની મીનાની બુધવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ આરોપી રાહુલ IRS અધિકારીના ઘરે લગભગ 10 મહિના માટે નોકરી કરી હતી, પરંતુ પડોશીઓ પાસેથી રૂપિયા ઉધાર લેવાની ટેવને કારણે આરોપી બે મહિના પહેલા કાઢી મૂકવામાં આવ્યો હતો.