Fri Apr 24 2026

Logo

આજનું રાશિફળ (24-04-26): મંગળ-બુધની યુતિ અને સપ્તાંક યોગથી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

1 hour ago
Author: Darshana Visaria
Article Image

મેષ:

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ વધારે સારો રહેશે. મંગળ-બુધની યુતિ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે જે લાંબા ગાળાનો નફો આપશે. નોકરીમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને નવી તકો મળશે. સાહસ અને ઉત્સાહમાં વધારો થશે, પરંતુ વાણીમાં નમ્રતા રાખવી જરૂરી છે. શુક્રની કૃપાથી જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. જીવનસાથી સાથે તમે આજે શોપિંગ પર જવાનો પ્લાન કરશો, પણ આ સમયે તમારે બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. 

 

વૃષભ:

આજનો દિવસ આ રાશિના જાતકો માટે જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. સપ્તાંક યોગ વૃષભ રાશિના જાતકો માટે ચમત્કારિક સાબિત થઈ શકે છે. અચાનક ધનલાભના યોગ છે અને અટવાયેલા પૈસા પરત મળી શકે છે. જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આજનો દિવસ શ્રેષ્ઠ છે. કરિયરમાં સ્થિરતા આવશે અને પરિવારમાં ખુશીઓનું આગમન થશે. સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવું અને બહારનું ખાવાનું ટાળવું પડશે, નહીં તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પ્રેમજીવન જીવી રહેલાં જાતકો આજે પાર્ટનર સાથે હસી-ખુશી સમય પસાર કરશે. 

 

મિથુન: 

આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે તમારી રાશિ માટે આ યુતિ અત્યંત શુભ છે. વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવાનું સપનું પૂરું થઈ શકે છે. આર્થિક રીતે તમે વધુ સુરક્ષિત અનુભવશો અને કમાણીમાં વધારો થશે. જૂના મિત્રો સાથેની મુલાકાત મનને તાજગી આપશે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહેશે. ભગવાન ગણેશની આરાધના કરવી તમારા માટે ફળદાયી રહેશે. રાજકારણમાં આગળ વધી રહેલાં જાતકો માટે આજનો દિવસ પોતાની આસપાસના લોકોથી થોડા સાવધ રહેવાનો રહેશે, નહીં તો તેઓ તમારી છબી ખરડવાનો પ્રયાસ કરશે. માતાના સ્વાસ્થ્યને લઈને આજે તમારે વિશેષ સાવધાની રાખવી પડશે. 

 

કર્ક:

કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે માનસિક શાંતિ જાળવી રાખવા પ્રયાસ કરવો પડશે. કામના સ્થળે કાર્યભાર વધી શકે છે, પરંતુ તમારી કુશળતાથી તમે તેને સમયસર પૂર્ણ કરશો. બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો જરૂરી છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને કોઈ સામાજિક કાર્યમાં જોડાવાની તક મળશે. રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે અને એને કારણે ઘરમાં મહેમાનોની અવરજવર રહેશે. સંતાનને આજે તમે કોઈ જવાબદારી સોંપશો તો તે તેને સારી રીતે પૂરી કરશે. 

 

સિંહ: 

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ મધ્યમ રહેશે. આવક જળવાઈ રહેશે પરંતુ ખર્ચ પણ સામે આવશે. સંતાનોની પ્રગતિથી મન સંતોષ અનુભવશે. શેરબજારમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી હિતાવહ છે. વેપારીઓ માટે દિવસ વ્યસ્ત રહેશે. અહંકારને કારણે કોઈ નજીકના મિત્ર સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. જીવનસાથી સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હશે તો એના માટે તમારે ડોક્ટરની મદદ લેવી પડશે. 

 

કન્યા: 

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાની અને સતર્કતાપૂર્વર આગળ વધવાનો રહેશે. આજનો દિવસ તમારા માટે એક પછી એક લાભની તક લઈને આવી રહ્યો છે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાના પ્રબળ યોગ છે. જો તમે બિઝનેસમાં છો તો મોટી ડીલ ફાઈનલ થશે. નવું વાહન કે મિલકત ખરીદવા માટે શ્રેષ્ઠ સમય છે. વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં આજે મીઠાશ આવી રહી છે. 

 

તુલા: 

આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. કામના સ્થળે આજે તમને ઉપરી અધિકારી અને સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી શકે છે. શનિ-શુક્રનો સપ્તાંક યોગ તમારા ભાગ્યને ચમકાવશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને સામાજિક માન-સન્માનમાં વધારો થશે. કોઈ જૂનો પ્રોજેક્ટ સફળ થવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં સફળતા મળવાના યોગ છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાથી અટકેલા કામો પૂરા થશે. જીવનસાથી આજે તમારા માટે સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી શકી શકે છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ રહી છે. 

 

વૃશ્ચિક: 

વૃશ્ચિક કાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડી સાવધાની રાખવાનો રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય બાબતે વિશેષ ધ્યાન રાખવું. આકસ્મિક ધનલાભના યોગ છે, પરંતુ આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી. ગુરુની કૃપાથી તમે મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો. સંતાનોને સોંપેલી જવાબદારી તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવશે. સાંજ પછીનો સમય પરિવાર સાથે વિતાવશો, જે માનસિક શાંતિ આપશે. ઘર કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે. માતાની કોઈ વાત આજે તમને ખરાબ લાગી શકે છે, પણ તમે એમને કંઈ પણ કહેશો નહીં. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી રહેશે. 

 

ધન: 

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો લાભદાયી રહેશે. ગ્રહોના સેનાપતિ મંગળ અને ગ્રહોના રાજકુમાર બુધની યુતિ તમારા માટે શુભ ફળ આપનારી રહેશે. રોકાણથી મોટો લાભ થવાની શક્યતા છે. પૈતૃક સંપત્તિને લગતા વિવાદોનો સુખદ ઉકેલ આવશે. ઘરમાં કોઈ માંગલિક કે શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. વેપારમાં નવી ભાગીદારી ફાયદાકારક રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને સામાજિક વર્તુળ વધશે. ઘર-પરિવારમાં આજે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે, જેને કારણે ઘરે મહેમાનોની અવરજવર રહી શકે છે. જીવનસાથી સાથે આજે કોઈ મતભેદ ચાલી રહ્યો હશે તો તેનો વાતચીતથી ઉકેલ લાવવો પડશે.

 

મકર: 

મકર રાશિના જાતકો માટે આજે બની રહેલો સપ્તાંક યોગ તમારી મહેનતનું ફળ અપાવશે. લાંબા સમયથી અટવાયેલા કામો પૂરા થવાથી રાહત અનુભવશો. બેંક બેલેન્સમાં વધારો થશે અને આર્થિક આયોજન સફળ રહેશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી કરિયરમાં પ્રગતિ થશે. ઓફિસમાં સહકર્મીઓ તમારા કામની પ્રશંસા કરશે. નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે દિવસ ઉત્તમ છે. સંતાન તરફથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ રહી છે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ આજે તમારા માટે થોડો નરમ ગરમ રહેશે. 

 

કુંભ: 

આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથે હસી-ખુશી સમય પસાર કરશો. દૂર રહેતાં કોઈ સંબંધી આજે તમારી મુલાકાત માટે આવી શકે છે. તમારે આયોજનબદ્ધ રીતે કામ કરવું પડશે. સર્જનાત્મક અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી ઓળખ મળશે. પ્રેમ સંબંધોમાં ગંભીરતા આવશે અને તમે લગ્ન વિશે વિચારી શકો છો. અચાનક ધનલાભ થઈ શકે છે. જોકે, કામના ભારણને કારણે સ્વાસ્થ્ય પર અસર ન થાય તેનું ધ્યાન રાખવું. પક્ષીઓને ચણ નાખવી શુભ રહેશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા કોઈ અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. 

 

મીન: 

મીન રાશિના જાતકો માટે અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આજે તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને સફળતા મળી રહી છે. તમારી રાશિમાં જ રેવતી નક્ષત્રમાં મંગળ-બુધની યુતિ થઈ રહી છે, જે ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો કરશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. પ્રોફેશનલ લાઈફમાં નવી જવાબદારી મળી શકે છે. કોર્ટ-કચેરીના કેસમાં સફળતા મળવાના યોગ છે. જીવનસાથી સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે, નહીં તો તમારી વચ્ચે ખટરાગ થઈ શકે છે.