Thu Apr 23 2026

Logo

48 કલાક બાદ બનશે ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોને થશે લાભ જ લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

1 day ago
Author: Darshna Visaria
Article Image

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલ અને તેમની વચ્ચે બનતા વિશિષ્ટ ખૂણાઓ જીવનમાં મોટા પરિવર્તનો લાવતા હોય છે. 24મી એપ્રિલ 2026ના રોજ સર્જાનારો 'સપ્તાંક યોગ' (Septile Aspect) ખરેખર રહસ્યમય અને આકસ્મિક સફળતા અપાવનારો માનવામાં આવે છે. શનિ અને શુક્ર જેવા પ્રભાવશાળી ગ્રહો વચ્ચેનો આ યોગ ત્રણ રાશિના જાતકો માટે નસીબના દ્વાર ખોલી શકે છે.

જ્યારે બે ગ્રહો વચ્ચે 51.26 ડિગ્રીનું અંતર હોય ત્યારે 'સપ્તાંક યોગ'નું નિર્માણ થાય છે. આ યોગ વ્યક્તિને તેના જીવનના અસલ લક્ષ્ય તરફ દોરી જાય છે અને અણધાર્યા આર્થિક લાભ કરાવે છે. આ સાથે સાથે ભાગ્યનો પૂરેપૂરો સાથ પણ મળે છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

વૃષભ: 

વૃષભ રાશિના સ્વામી શુક્ર હોવાથી આ યોગ અને સમયગાળો તમારા માટે વરદાન સમાન છે. અટવાયેલા નાણાં પરત મળશે અને કરિયરમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. જો તમે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હોવ, તો હવે સમય પાકી ગયો છે. રોકાણ માટે પણ આ શ્રેષ્ઠ સમય છે.

તુલા: 

તુલા રાશિના જાતકો માટે આ સમયે ભાગ્યમાં તેજી આવશે. આવકના નવા સ્ત્રોત ઉભા થવાથી આર્થિક સ્થિતિ લોખંડી મજબૂત બનશે. વેપારમાં કરેલી જૂની મહેનત હવે રંગ લાવશે અને સામાજિક માન-સન્માનમાં જબરદસ્ત વધારો થશે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. 

મકર: 

મકર રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે, પરિણામે આ યોગ તમને સ્થિરતા અને સફળતા બંને આપશે. લાંબા સમયથી અટકેલા સરકારી કે ખાનગી કામો પૂરા થશે. બેંક બેલેન્સમાં વધારો થશે અને પરિવારમાં ખુશીઓનું આગમન થશે. આત્મવિશ્વાસમાં વધારો થવાથી તમે નવા સાહસો કરી શકશો.

વધુ જુઓ...