Thu Apr 23 2026

Logo

આજનું રાશિફળ (23-04-26): આજે આ રાશિના જાતકોને મળશે નોકરીમાં સફળતા, પગારવધારો થવાના બની રહ્યા છે યોગ...

20 hours ago
Author: Darshana Visaria
Article Image

મેષ:

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા પરાક્રમમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે લાંબા સમય બાદ તમારા અટવાઈ પડેલાં કામ પૂરા થશે. અટકેલા સરકારી કામો પણ આજે વેગ પકડશે. કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે અને વિરોધીઓ પોતાની ચાલમાં નિષ્ફળ જશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને ટૂંકી મુસાફરીના યોગ બની રહ્યા છે. આર્થિક દ્રષ્ટિએ રોકાણ માટે દિવસ અનુકૂળ છે, પરંતુ ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળજો. હનુમાનજીની ઉપાસના કરવાથી માનસિક શાંતિ મળશે. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝનું આયોજન કરશે. 

 

વૃષભ: 

આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે થોડો સાવધાની અને સમજી વિચારીને આગળ વધવાનો રહેશે. આજે તમારી રાશિના બીજા ભાવમાં ચંદ્ર હોવાથી ધનલાભના પ્રબળ સંકેતો મળી રહ્યા છે. જૂના રોકાણમાંથી અણધાર્યો ફાયદો થઈ શકે છે અને બેંક બેલેન્સમાં વધારો થશે. પારિવારિક વાતાવરણ ખુશખુશાલ રહેશે અને કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો જરૂરી છે, નહીંતર નજીકની વ્યક્તિ સાથે ગેરસમજ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. ભાઈ-બહેનવ સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે નિરાશાજનક માહિતી સાંભળવા મળશે.

 

મિથુન:

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમારી રાશિમાં ગજકેસરી યોગ હોવાથી આત્મવિશ્વાસ નવી ઊંચાઈએ પહોંચશે. લાંબા સમયથી ચાલી આવતી માનસિક ચિંતાઓનો અંત આવશે અને સ્વાસ્થ્યમાં સુધારો જણાશે. વ્યાપારમાં નવી ભાગીદારી અથવા નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે અને પ્રેમમાં સફળતા મળશે. સામાજિક સ્તરે તમારું માન-સન્માન વધશે અને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો જ પડશે. 

 

કર્ક: 

આજનો દિવસ કર્ક રાશિના જાતકોએ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચવું પડશે. આજના દિવસે તમારે ખર્ચ પર વિશેષ નિયંત્રણ રાખવું પડશે, કારણ કે બિનજરૂરી ખર્ચ બજેટ બગાડી શકે છે. જોકે, વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ સારા સમાચાર આવી શકે છે. આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે અને દાન-પુણ્યના કામમાં જોડાશો. કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષ ટાળવો અને પોતાના કામ પર ધ્યાન આપવું. રાતના સમયે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને પૂરતી ઊંઘ લેવી પડશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. પગાર વધારો આજે તમારા માટે ખુશીનું કારણ બની શકે છે. 

 

સિંહ: 

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને મિત્રો તરફથી પૂરતો સહયોગ મળશે. શેરબજાર કે લોટરી જેવા ક્ષેત્રોમાં નસીબ અજમાવનારાઓને લાભ થવાની શક્યતા છે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે, પરંતુ અહંકારથી બચવું જોઈએ. જીવનસાથી સાથે આજે કોઈ જગ્યાએ શોપિંગ પર જઈ શકો છો, પણ તમારે બજેટનું ધ્યાન રાખવું પડશે. 

 

કન્યા: 

આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. તમારી રાશિના દસમા ભાવમાં બની રહેલો રાજયોગ કરિયરમાં મોટી સફળતા અપાવી શકે છે. નવી નોકરીની શોધ પૂરી થશે અને વર્તમાન નોકરીમાં પગાર વધારાના યોગ છે. વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થશે અને સહકર્મીઓનો સાથ મળશે. ઘરના વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે, જેનાથી મુશ્કેલ કામો સરળ બનશે. પરિવારમાં શાંતિ અને સુમેળનું વાતાવરણ જળવાઈ રહેશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે ઉપરી અધિકારીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. 

 

તુલા: 

તુલા રાશિના જાતકોને આજે ભાગ્યનો સાથ મળવાથી આજના દિવસે તમારા અટકેલા કામો પૂરા થશે. ધાર્મિક યાત્રા કે પર્યટનનો પ્લાન બની શકે છે જે માનસિક શાંતિ આપશે. કાયદાકીય ગૂંચવણોમાં રાહત મળવાની શક્યતા છે અને સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે. જીવનસાથી તરફથી કોઈ મોટું સરપ્રાઈઝ મળી શકે છે. વેપારમાં કરેલું સાહસ આજે નફાકારક સાબિત થશે, આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. જીવનસાથી સાતે કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો તમારે આજે એમને મનાવવાના પ્રયાસ કરવા પડશે, નહીં તો વાત વધારે વણસી શકે છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થઈ શકે છે. 

 

વૃશ્ચિક: 

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહી શકે છે. આઠમા ભાવમાં ચંદ્ર હોવાથી સ્વાસ્થ્ય બાબતે બેદરકારી રાખવી ભારે પડી શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી અને અજાણ્યા લોકો પર આર્થિક ભરોસો ન કરવો. જોકે, ગુરુની દ્રષ્ટિ તમને મુશ્કેલીઓમાંથી બહાર લાવવામાં મદદ કરશે. અચાનક કોઈ જૂના મિત્રની મદદ મળી શકે છે જે તમારા માટે રાહતરૂપ બનશે. સાંજ પછી પરિસ્થિતિમાં સકારાત્મક બદલાવ આવશે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે સરળતાથી એ જવાબદારી પૂરી કરશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. 

 

ધન: 

ધન રાશિના જાતકોની કુંડળીના સાતમા ભાવમાં ગજકેસરી યોગ વેપારી ભાગીદારીમાં જબરદસ્ત લાભ અપાવશે. જીવનસાથી સાથે કોઈ મુદ્દે વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો આજે તમારે વાતચીત કરીને એનો ઉકેલ લાવવો પડશે. જે લોકો અવિવાહિત છે તેમના લગ્નની વાત આગળ વધી શકે છે અને યોગ્ય જીવનસાથીની શોધ પૂરી થશે. દામ્પત્ય જીવનમાં સુખ અને શાંતિ રહેશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આજનો દિવસ શ્રેષ્ઠ છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોએ પોતાની છબી સુધારવા પર ધ્યાન આપવું પડશે. માતા-પિતાની સેવા માટે આજે તમારે કોઈ પણ ભોગે સમય કાઢવો પડશે. 

 

મકર:

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ શત્રુ અને આસપાસના લોકોથી સાવધાની રાખવાનો રહેશે. તમારી કુશળતાને કારણે આજે શત્રુઓ પરાસ્ત થશે અને જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહેનતનું ફળ મળવાનો દિવસ છે. કાર્યસ્થળ પર તમારી શિસ્ત અને પ્રમાણિકતાની નોંધ લેવાશે. સ્વાસ્થ્ય પાછળ થોડો ખર્ચ થવાની સંભાવના છે, તેથી યોગ અને પ્રાણાયામ પર ધ્યાન આપવું. લાંબા સમય પછી કોઈ જૂના સાથી સાથે મુલાકાત થવાથી હૃદય પ્રફુલ્લિત થશે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. 

 

કુંભ: 

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો વધારે ભાગદોડવાળો રહેશે. આજે તમારી કુંડળીના પાંચમાં ભાવમાં ગજકેસરી યોગ સર્જનાત્મક અને શૈક્ષણિક કાર્યોમાં સફળતા અપાવશે. સંતાનોની પ્રગતિ જોઈને મન ગર્વ અનુભવશે અને તેમની સાથે સમય વિતાવવાની તક મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને નવી મિત્રતા લાંબા ગાળા સુધી ચાલશે. શેરબજાર કે રોકાણમાં સમજી-વિચારીને લીધેલા નિર્ણયો ફાયદાકારક રહેશે. માતા-પિતાની સેવા કરવાથી મનને આંતરિક શાંતિ મળશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થઈ રહી છે અને તમે મોજ-શોખમાં સમય પસાર કરશો. 

 

મીન: 

મીન રાશિના જાતકોના કુંડળાની ચોથા ભાવમાં રાજયોગનું નિર્માણ થઈ રહ્યું હોવાથી ભૌતિક સુખ-સુવિધાઓ અને સુખના સાધનોમાં વધારો થશે. નવું વાહન કે મિલકત ખરીદવા માટે આજનો દિવસ અત્યંત શુભ છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને ઘરનું વાતાવરણ આનંદદાયક રહેશે. પ્રોફેશનલ લાઈફમાં કામનો બોજ રહેશે પરંતુ તમે તેને કુશળતાપૂર્વક સંભાળી લેશો. સંતાનોની ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે, ધનલાભના યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથે તમે આજે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. માતા-પિતાના આશિર્વાદથી તમારું કોઈ કામ અટવાઈ પડ્યું હશે તો તે પણ પૂરું થઈ રહ્યું છે.