Thu Apr 23 2026

Logo

PM મોદીએ 'રેકોર્ડ બ્રેક' મતદાન અંગે આપ્યું મોટું નિવેદન, કહ્યું 'બમ્પર વોટિંગ'નો શું અર્થ...

1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં બમ્પર મતદાન અંગે સૌથી મોટો દાવો કર્યો હતો. અત્યાર સુધીના આંકડા પરથી એટલો વિશ્વાસ કરી શકાય કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રાજ્યમાં જીત થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે મત ગણતરી થશે, ત્યારે પશ્ચિમ બંગાળમાં "ટીએમસીની ૧૫ વર્ષ જૂની સિન્ડિકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજ"નો "અંત" થશે. આ મતદાન પરિવર્તન માટે શાનદાર જનાદેશ છે. પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં લગભગ 92 ટકા વોટિંગ થયું છે.

મથુરાપુર વિધાનસભા મતવિસ્તાર હેઠળ દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના કાકદ્વીપ સ્ટેડિયમ ખાતે એક સભાને સંબોધતા, તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં મોટા પાયે મતદાન દર્શાવે છે કે ટીએમસીનું 'ભોય' (ડર) શાસન ભાજપ દ્વારા વચન આપેલા 'ભરોસા' (વિશ્વાસ) દ્વારા "ચોક્કસપણે હાર" થશે. 

બંગાળમાં એક પણ ક્ષેત્ર એવું નથી જ્યાં લાંચ વગર કામ થતું હોય, જ્યાં ટીએમસી સિન્ડિકેટ અને તેમના વચેટિયાઓ કટ મની લેતા નથી. ૧૫ વર્ષ જૂની સિન્ડિકેટ સિસ્ટમ અને ટીએમસીનું 'મહા જંગલ રાજ' તેમની સમાપ્તિ તારીખ, જે ચોથી મે છે, સુધી પહોંચી ગયું છે, મોદીએ જણાવ્યું હતું.

મમતા બેનર્જી સરકારને ખોટા વચનો આપવા અને લોકોને દગો આપવા" માટે જવાબદાર ઠેરવતા એમણે રાજ્યના શાસક પક્ષ દ્વારા આપવામાં આવેલા "ખોટા વચનો" નો ઉલ્લેખ કર્યો હતો. ગંગાસાગર મેળો જ્યાં યોજાય છે તે સાગર ટાપુ સાથે મુખ્ય ભૂમિને જોડવા માટે પુલનું બાંધકામ હજુ શરૂ થયું નથી, અને લોકોને હજુ પણ ફેરી પર આધાર રાખવો પડે છે.

એ જ રીતે પૂરને રોકવા માટે ઘાટલ માસ્ટર પ્લાન શરૂ થયો નથી, અને જિલ્લા આધારિત ફૂડ પાર્ક અને નદી કિનારાના ધોવાણને પહોંચી વળવા માટેના પ્રોજેક્ટ્સ હજુ સુધી શરૂ થયા નથી, એમ મોદીએ જણાવ્યું હતું. વડા પ્રધાનએ આરોપ લગાવ્યો હતો કે ટીએમસી માત્ર કેન્દ્રીય પ્રોજેક્ટ્સના અમલીકરણને અટકાવતું નથી, પરંતુ તે વિકાસ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્રના નાણાં પણ ગળી જાય છે.

રાજ્યમાં ભાજપનો મુખ્ય પ્રધાન હોય ત્યારે જ આ રોકી શકાય છે," એવું તેમણે ઉમેર્યું હતું. મોદીએ ટીએમસી પર ૨૦૨૯ માં લોકસભામાં વિધાનસભાઓમાં ૩૩ ટકા મહિલા અનામત લાગુ કરવાના તેમની સરકારના પ્રયાસને પાટા પરથી ઉતારવા માટે "કોંગ્રેસ સાથે સહયોગ" કરવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે દક્ષિણ બંગાળના દરિયા કિનારે આવેલા પ્રદેશના માછીમારોને ખાસ નાણાકીય સહાયની પણ જાહેરાત કરી, જેમાં ભાજપ બંગાળમાં સત્તામાં આવ્યા પછી માછલીના ઉત્પાદન અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

ભાજપ દેશના સ્થાનિક સંસાધનોમાં ખાઈ રહેલા અને દેશની સુરક્ષાને જોખમમાં મૂકનારા ઘૂસણખોરો માટે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવવાનો નિર્ણય લીધો છે. તેઓ આ પ્રદેશમાં દરિયાઈ માર્ગો દ્વારા પણ દેશમાં ઘૂસી રહ્યા છે અને અહીં સ્થાયી થવા માટે ટીએમસીનું સમર્થન મેળવી રહ્યા છે," તેવો વડા પ્રધાને આરોપ લગાવ્યો હતો.

તમિલનાડુમાં ગુરુવારે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી વધુ મતદાનનો રેકોર્ડ તોડ્યો હતો. રાજ્યભરની 234 બેઠકો માટે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 5.73 કરોડ મતદારોમાંથી 80 ટકાથી વધુ લોકોએ મતદાન કર્યું. ભારતીય ચૂંટણી પંચના આંકડા મુજબ, સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યમાં 82.24 ટકા મતદાન થયું હતું.