Fri Apr 24 2026

Logo

વિદેશ મંત્રાલયનો ખુલાસો, ગોળીબાર વચ્ચે પણ ક્રૂ સ્ટાફ સંપૂર્ણ રીતે સુરક્ષિત

1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રાલયે ગુરૂવારે એક રિપોર્ટ આપતા જણાવ્યું હતું કે, ગત અઠવાડિયમાં 10 ભારતીય જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા હતા. સુરક્ષિત રીતે બાહર નીકળી ગયા હતા. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવગ્રસ્ત માહોલ વચ્ચે હજુ પણ 14 જેટલા જહાજ પર્શિયન ખાડીમાં છે. મીડિયા બ્રિફિંગ દરમિયાન વાત કરતા વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, હજુ અમારા દસ ભારતીય જહાજ છેલ્લા કેટલાક દિવસોથી હોર્મુઝ પાર કરીને સુરક્ષિત રીતે નીકળી ગયા છે. 

14 જેટલા જહાજ ફસાયેલા

હજુ પણ 14 જેટલા ભારતીય જહાજ પર્શિયન ગલ્ફમાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં હોર્મુઝમાઁથી બે જહાજ જેમાંથી એક ભારતીય હતુ. એ ભારત આવી રહ્યું હતું. એના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ મુદ્દે વિદેશ મંત્રાલયે વિશેષ ટિપ્પણી કરી દીધી છે. એક દિવસ પહેલા હોર્મુઝની આસપાસ રહેલા જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાંથી એક ભારતયી જહાજ હતુ. આ જહાજના ક્રૂ સ્ટાફ બિલકુલ સુરક્ષિત છે. બીજા પણ કેટલાક એવા જહાજ હતા જેના પર કોઈ ભારતીય તિરંગો ન હતો એ માટે આ અંગે કોઈ વિશેષ રિપોર્ટ સામે આવ્યો નથી, જોકે હકીકત એ પણ છે કે, ક્રૂ સ્ટાફ ગાર્ડને કહી રહ્યા હતા કે, અમે મંજૂરી મેળવી લીધી છે તેમ છતા શા માટે ગોળીબાર કરવામાં આવે છે. આ અંગેની એક ઓડિયો ક્લિપ પર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. 

અન્ય જહાજને લઈ ચિંતા

પ્રવક્તાએ કહ્યું હતું કે, ભારતીય નાગરિકો કે ક્રૂ સ્ટાફની સુરક્ષા એ અમારી હંમેશા પ્રાથમિકતા રહી છે. ઈરાનની સરકાર સાથે અમારી વાતચીત સતત ચાલું છે, જેથી ત્યાં ફસાયેલા અન્ય જહાજ પણ સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરીને ત્યાંથી પસાર થઈ શકે. ભારત આવી શકે. હોર્મુઝ સ્ટ્રેટને તેલ વ્યાપાર માટેનો સૌથી મહત્ત્વનો અને વિશાળ રૂટ માનવામાં આવે છે. આ વિસ્તારમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધતા જહાજની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. કારણ કે ઈરાનના ગાર્ડે એલર્ટ આપ્યા વગર પણ ગોળીબાર કરી દીધો હતો. ભારતીય ધ્વજ ન હોય એવા જહાજો પર સતત ગોળીબાર થતા આ વિસ્તારની શાંતિ ડહોળાઈ રહી છે. પણ જહાજ પર રહેલા ભારતીય ક્રૂ સ્ટાફ સંપૂર્ણપણે સુરક્ષિત છે. 

સુરક્ષા એ હંમેશા પ્રાથમિકતા રહેશે

જે જહાજ પર ભારતીય ધ્વજ છે એ જહાજ પર ખાસ કોઈ ચિંતા નથી. એ જહાજ પર ખાસ કોઈ ગોળીબારની અસર થઈ નથી. છતા વિદેશી જહાજ પર જે ભારતીયો કામ કરી રહ્યા છે એ મુદ્દે વિષય હજું ચિંતાનો યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગોળીબારની ઘટના બની છે.  પણ કોઈ ભારતીય ક્રૂ સ્ટાફને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી અને ઈજા પણ પહોંચી નથી. તેમ છતા વિદેશી જહાજ પર જે ભારતીયો કામ કરી રહ્યા છે એમની સુરક્ષાને લઈને પણ ભારત ચિંતા કરી રહ્યો છે.