Thu Apr 23 2026

Logo

તમન્ના ભાટિયા સાથેના બ્રેકઅપ બાદ વિજય વર્મા દેખાયો મિસ્ટ્રી ગર્લ સાથે? શાહરૂખ ખાન સાથે છે ખાસ કનેક્શન a

1 hour ago
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડ એક્ટર વિજય વર્મા ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વિજય વર્મા અને એક 'મિસ્ટ્રી વુમન'ની તસવીરો વાયરલ થયા બાદ ચાહકોમાં તમન્ના ભાટિયા સાથેના તેના બ્રેકઅપને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, આ મિસ્ટ્રી પાછળનું સત્ય કંઈક અલગ જ છે.

તાજેતરમાં જ સાઉથના સુપરસ્ટાર વિજય વર્મા એક  યુવતી સાથે જોવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. ઘણા યુઝર્સે સવાલ પૂછવાનું શરૂ કર્યું કે શું વિજય અને તમન્ના અલગ થઈ ગયા છે? સોશિયલ મીડિયા પર આ મિસ્ટ્રી ગર્લ સાથેના વિજય વર્માના ફોટો તૂફાન વાઈરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં વિજય વર્મા સાથે દેખાતી યુવતી બીજી કોઈ નહીં પણ એક્ટ્રેસ અને સિંગર આલિયા કુરેશી (Aaliyah Qureishi) છે. અહીંયા તમારી જાણકારી માટે આલિયા અગાઉ શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'માં જોવા મળી હતી. આ ફોટો કોઈ પ્રોજેક્ટના સેટ પરનો કે પછી એક ફ્રેન્ડલી મીટિંગનો હોઈ શકે છે. વિજય વર્મા અને આલિયા વચ્ચેના સંબંધોને લઈને ચાલી રહેલી વાતો માત્ર અફવા છે. તમે પણ આ વાઈરલ થઈ રહેલાં ફોટો ના જોયા હોય તો અત્યારે જ અહીં જોઈ લો...

વાત કરીએ એક્ટર વિજય વર્મા અને એક્ટ્રેસ તમન્ના ભાટિયાના બ્રેકઅપની તો આ બાબતે હજી સુધી ઓફિશિયલ કોઈ માહિતી સામે નથી આવી. આ કપલ હજુ પણ સાથે છે અને સોશિયલ મીડિયા પરની અટકળો પાયાવિહોણી સાબિત થઈ રહી છે. જોકે, હવે આ અફવાઓમાં સાચું ખોટું શું એ તો વિજય અને તમન્ના જ જણાવી શકે છે.