Mon Apr 27 2026

Logo

શિંદેનો શરદ પવારને મોટો ફટકો: શિવસેનામાં મોટી પાર્ટીનો પ્રવેશ

2 hours ago
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
રાજ્યમાં ઓપરેશન ટાઇગર અને ઓપરેશન તુતારી અંગે થોડા દિવસો પહેલા જોરદાર ચર્ચા થઈ હતી. આ વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શરદ પવારને મોટો ફટકો આપ્યો છે. રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપી-એસપીના ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનાયકરાવ જાધવ પાટીલ શિવસેના શિંદે જૂથમાં જોડાઈ ગયા છે, તેઓ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં તેમના કાર્યકરો સાથે શિવસેનામાં જોડાયા હતા. આ દરમિયાન, વિનાયકરાવ જાધવની સાથે, બીઆરએસના ભૂતપૂર્વ વિધાનસભ્ય શંકર અન્ના ધોંડગે પણ શિવસેનામાં જોડાયા છે.

શિવસેના ચાંદાથી બાંદા સુધી પહોંચી ગઈ છે. અમે સંગઠનને મજબૂત બનાવવા માંગીએ છીએ. હું એક સામન્ય કાર્યકર છું. અમે મુખ્ય પ્રધાન લાડકી બહિણ યોજના, લેક લાડકી, પાક વીમો, વરિષ્ઠ નાગરિકો માટેની યોજના જેવી ઘણી યોજનાઓ લાવ્યા છીએ. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ, તેથી જ લોકો અમારા પર વિશ્ર્વાસ કરે છે. કોઈ માઈકા લાલ આવે તો પણ લાડકી બહિણ યોજના બંધ નહીં થાય. શિવસેનાનો ભગવો લહેરાતો રહેશે, ઘરે ઘરે શિવસૈનિક અભિયાન ચલાવો, એસઆઈઆર યાદી પર ધ્યાન આપો, શિવસેનામાં કામ કરનારાઓ જ આગળ વધશે, એમ એકનાથ શિંદેએ આ પ્રસંગે જણાવ્યું હતું. દરમિયાન, બીજી તરફ, એવું જોવા મળી રહ્યું છે કે શિવસેનાએ આગામી ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.