Mon Apr 27 2026

Logo

મહારાષ્ટ્રમાં બારમા ધોરણના પરિણામ અંગે આવી મોટી અપડેટ, જાણો ક્યારે જાહેર થશે

2 hours ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ આખું વર્ષ સખત મહેનત કર્યા પછી પરીક્ષા આપ્યા પછી હવે પરિણામ આવવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફેબ્રુઆરી અને માર્ચ 2026 વચ્ચે બારમા ધોરણની પરીક્ષાનું આયોજન કરે છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓની ઉત્સુકતા વધી ગઈ છે  ત્યારે હવે એક મહત્ત્વની અપડેટ મળી છે.

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં એચએસસી  2026 પરિણામ જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, 12મા ધોરણની પરીક્ષાનું પરિણામ મે મહિનાના પહેલા કે બીજા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે. પરિણામની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ પરિણામ ચકાસી શકશે.

આ વર્ષે, વિદ્યાર્થીઓ બે રીતે તેમના પરિણામો ચકાસી શકશે: પહેલો વિકલ્પ બોર્ડની સત્તાવાર વેબસાઇટ છે અને બીજો વિકલ્પ ડિજીલોકર છે. આ પરિણામ તપાસવા માટે, વિદ્યાર્થીઓએ તેમના રોલ નંબર અને જરૂરી લોગિન વિગતો આપવી પડશે. ડિજિટલ માર્કશીટ ડિજીલોકર પરથી પણ ડાઉનલોડ કરી શકાશે  , જે ભવિષ્યમાં પણ, ઉપયોગ માટે માન્ય રહેશે.

આ વર્ષે, મહારાષ્ટ્ર બોર્ડની એચએસસી પરીક્ષા 10 ફેબ્રુઆરીથી 11 માર્ચ, 2026 દરમિયાન લેવામાં આવી હતી.  14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આ રીતે પરિણામ તપાસો
. એચએસસી પરિણામ લિંક પર ક્લિક કરો.
. તમારો રોલ નંબર અને અન્ય માહિતી ભરો.
. સબમિટ કર્યા પછી, તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
. તમારી માર્કશીટ ડાઉનલોડ કરો
. પરિણામ તપાસતા પહેલા, વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાનું પ્રવેશપત્ર તૈયાર રાખે અને નિયમિતપણે સત્તાવાર વેબસાઇટ તપાસે, કારણ કે પરિણામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

વિદ્યાર્થીઓ નીચે આપેલ વેબસાઇટ્સ પર તેમના પરિણામો ચકાસી શકે છે
1) mahresult.nic.in
2) hscresult.mkcl.org
3) results.digilocker.gov.in
4) mahahsscboard.in