Wed Apr 22 2026

Logo

ભિવંડીમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ

3 hours ago
Author: Sapna Desai
Article Image

Bhiwandi Fire, Chemical Godown Fire, Thane News, Bhiwandi-Nizampur Municipal Corporation, Fire Brigade, Maharashtra News, Industrial Fire, Fire Accident News


(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
ભિવંડીમાં ખાડીપાર વિસ્તારમાં આવેલા કેમિકલ ગોડાઉનમાં મંગળવારે સવારના ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું. ભારે જહેમત બાદ ત્રણથી ચાર કલાકે આગને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી પણ બચાવ કામગીરી દરમ્યાન પાણી ઘટી પડતા ફાયરબ્રિગેડને ભારે તકલીફનો સામનો કરવો પડયો હતો.

ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ સવારના ૯.૩૦ વાગ્યાની આસપાસ ખાડી પાર વિસ્તારમાં આવેલા એક કેમિકલ ગોડાઉનમાં આગ લાગી હતી. આગની જાણ થતા બે ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

બપોરના લગભગ ૧૨.૩૦ વાગે આગને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું. નીકળતા જોવા મળ્યા હતા. કેમિકલનું ગોડાઉન હોવાથી આગ લાગ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડાની સાથે જ ગંદી વાસ પણ ફેલાઈ ગઈ હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું અને તપાસ બાદ ચોક્કસ કારણ જાણી શકાશે એવું ફાયરબિગ્રેડે જણાવ્યું હતું.