Wed Apr 22 2026

Logo

ચીનની આડોડાઇ, તાઇવાનના રાષ્ટ્રપતિના આફ્રિકા પ્રવાસને અટકાવ્યાનો આક્ષેપ

Taipei   2 hours ago
Author: Chandrakant Kanoja
Article Image

REUTERS/Ann Wang/File Photo


તાઇપાઇ: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન તણાવ વચ્ચે ચીનની આડોડાઇ પ્રકાશમાં આવી છે. જેમાં તાઇવાને  રાષ્ટ્રપતિ લાઇ ચિંગના આફ્રિકા પ્રવાસના અડચણ ઉભી કરી હોવાનો ચીન પર આક્ષેપ મૂક્યો છે. જેના લીધે રાષ્ટ્રપતિ લાઇ ચિંગે  આફ્રિકાનો તેમનો પ્રસ્તાવિત પ્રવાસ મુલતવી રાખવાની ફરજ પડી છે. જેમાં ચીને તેમના પ્રવાસ દરમિયાન રુટમાં આવતા ત્રણ દેશોએ તેમના વિમાનને હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની પરવાનગી રદ કરી હતી. તેમજ આ બધુ ચીનના દબાણ હેઠળ થવાનો તાઇવાને આરોપ લગાવ્યો છે.

સેશેલ્સ, મોરેશિયસ અને મેડાગાસ્કરે  હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની પરવાનગી રદ કરી

તાઇવાને કહ્યું કે ચીનના દબાણ હેઠળ સેશેલ્સ, મોરેશિયસ અને મેડાગાસ્કરે આ પગલું ભર્યું હતું. નોંધનીય છે કે વર્ષ  2023ની શરૂઆતમાં તાઇવાનના તત્કાલીન રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ-વેને એસ્વાટિનીની મુલાકાત લીધી હતી અને રાજા મસ્વાતી III સાથે મુલાકાત કરી હતી.  

તાઇવાનના રાષ્ટ્રપતિ એસ્વાટિનીની મુલાકાત લેવાના હતા

ઉલ્લેખનીય  છે કે  તાઇવાનના રાષ્ટ્રપતિ લાઈ 22 થી 26 એપ્રિલ દરમિયાન આફ્રિકામાં તાઇવાનના એકમાત્ર રાજદ્વારી સાથી એસ્વાટિનીની મુલાકાત લેવાના હતા. જોકે, તાઇપેઈમાં રાષ્ટ્રપતિ કાર્યાલયના સેક્રેટરી-જનરલ, પાન મેંગ-એનએ જણાવ્યું હતું કે સેશેલ્સ, મોરેશિયસ અને મેડાગાસ્કરે કોઈપણ પૂર્વ સૂચના વિના અચાનક ફ્લાઇટ પરમિટ રદ કરી દીધી હતી.

ચીનના દબાણ હેઠળ પગલું ભર્યું 

 પાન મેંગ-એનના જણાવ્યા મુજબ, આ દેશો દ્વારા ફ્લાઇટ પરમિટ રદ કરવી એ ચીન દ્વારા લાદવામાં આવેલા રાજકીય અને આર્થિક બંને પ્રકારના ભારે દબાણનું પરિણામ છે. તેમણે આ કાર્યવાહીને અન્ય રાષ્ટ્રોની આંતરિક બાબતોમાં સીધી દખલગીરી ગણાવી અને ઉમેર્યું કે તે પ્રાદેશિક સ્થિરતાને ખલેલ પહોંચાડે છે અને તાઇવાનના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.