Sun Apr 19 2026

Logo

મનમાડ રેલવે સ્ટેશન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: માનસિક રીતે અસ્થિર વ્યક્તિ હાઈ-ટેન્શન વાયર પર લટક્યો

1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના મનમાડ રેલવે સ્ટેશન પર એક માનસિક રીતે વિકલાંગ વ્યક્તિ ગેન્ટ્રી પર ચઢી ગયો અને હાઇ-ટેન્શન ઓવરહેડ વાયરથી લટકીને પડી ગયો, જેના કારણે વીજ વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો, જ્યારે એનો વીડિયો વાયરલ થયા પછી લોકોએ યુવક અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

શુક્રવારે બપોરે બનેલી આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ સ્ટેશનની છત પર ચઢી રહ્યો છે. રેલ્વે સ્ટાફ અને હાજર પ્રવાસીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. બચાવ પ્રયાસોની વીડિયો ક્લિપમાં પ્લેટફોર્મ પર ચિંતાતુર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી લોકોએ આ પ્રકારની હરકતને વખોડી નાખવામાં આવી હતી.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક અર્ધનગ્ન વ્યક્તિ ગેન્ટ્રી પર ચઢી ગયો હતો અને ઓવરહેડ સાધનોથી લટકતો હતો, જ્યારે પાંચથી છ લોકોએ તેને નીચે ઉતારવાનો પ્રયાસ કરવા માટે તેનો પીછો કર્યો હતો. પોલીસ અને રેલવે કર્મચારીઓ આ વ્યક્તિને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની રાહ જોઈ રહ્યા હતા.

સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે 30 વર્ષનો આ વ્યક્તિ પ્લેટફોર્મની છત પર ચઢી ગયો હતો અને પછી ગેન્ટ્રી પર ચઢી ગયો હતો. 
ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) પર પાવર બંધ કરીને તેને બચાવવાના તાત્કાલિક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પરથી ડાયવર્ટ કરવામાં આવી હતી, એમ  તેમણે જણાવ્યું હતું.

આ અંધાધૂંધી લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી અને તે વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી, એમ તેમણે ઉમેર્યું હતું કે આ ઘટનાને કારણે ટ્રેન સંચાલન થોડા સમય માટે પ્રભાવિત થયું હતું.
(પીટીઆઈ)