Thu Apr 23 2026

Logo

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટ્યો, આ હેવી વેઇટ શેરોના ભાવ ઘટ્યા

7 hours ago
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: આજે ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ સેન્સેક્સ 532 પોઈન્ટના ઘટાડા સાથે 77983 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 175 પોઈન્ટના ઘટાડા સાથે 24,202 પર ખુલ્યો.
 
યુએસ ડોલર સામે રૂપિયો વધુ નબળો પડ્યો, રૂપિયો 20 પૈસા ઘટીને 94 પ્રતિ ડોલર પર ખુલ્યો.

નિફ્ટી પર ડૉ. રેડ્ડીઝ, ઓએનજીસી, જિયો ફાઇનાન્શિયલ, સિપ્લા અને ભારત ઇલેક્ટ્રોનિક્સ જેવા શેરોમાં તેજી જોવા મળી હતી. ઇન્ટરગ્લોબ એવિએશન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ લાઇફ, એશિયન પેઇન્ટ્સ અને એમ એન્ડ એમ જેવા શેરોમાં ઘટાડાએ નોંધાયો.

એશિયન બજારોમાં તેજી:
આજે ગુરુવારે એશિયન બજારો પર શરૂઆતના કારોબારમાં તેજી જોવા મળી. જાપાનના ઇન્ડેક્સ નિક્કી અને દક્ષિણ કોરિયાના કોસ્પી રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા. જાપાનનો ઇન્ડેક્ષ નિક્કી-225 0.6% ઉછળીને 60,013.98 ના પર પહોંચ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.75% ઉછળીને 6,538.72 ના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યો. કોસ્ડેકમાં 0.58%નો વધારો નોંધાયો.  

યુએસ બજારોમાં ઉછાળો:
બુધવારે યુએસ બજારોમાં ઉછાળો નોંધાયો. S&P 500 અને Nasdaq રેકોર્ડ સ્તર પર બંધ થયા, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીઅલ એવરેજ 340.65 પોઈન્ટ(0.69%) ઉછળીને 49,490.03 પર બંધ થયો, જ્યારે S&P 500 73.89 પોઈન્ટ(1.05%) ઉછાળીને  7,137.90 પર બંધ થયો. નાસ્ડાક કંપોઝીટ 397.60 પોઈન્ટ(1.64%)ના ઉછાળા સાથે 24,657.57 પર બંધ થયો.

હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગયું.