બલરામપુરઃ છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં હત્યાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, માત્ર 1000 રૂપિયાના વિવાદમાં એક વૃદ્ધની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. બલરામપુર જિલ્લાના ગ્રામ દેવસરાકલામાં આ ઘટના બની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વૃદ્ધની હત્યા થઈ તેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ચાલો શું છે સમગ્ર આ ઘટના..
1000 રૂપિયા માટે વિવાદ શરૂ થયો હતો
વિગતે વાત કરવામાં આવે તો, આ ગામમાં રહેતા ધારી ઉરાંવે પોતાની ભેંસને વેચવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ભેંસની કિંમત 16,500 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પરંતુ તે જ ગામમાં રહેતા સંજીત ઉરાંવ ઉર્ફે સંજીવ ભગતે આ ભેંસનું 15,500 રૂપિયામાં વેચાણ કરાવ્યું હતું. આ 1000 રૂપિયા માટે બંને પક્ષે ઘણાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
ધારી ઉરાંવ દારૂના નશામાં સંજીતે ખરી ખોટી સંભળાવી
પરિવારજનોનું કહેવું છે ક, ધારી ઉરાંવ દારૂના નશામાં રહેતા અને નશામાં સંજીત ઉરાંવ પર રૂપિયા લઈ લેવાનો આરોપ લગાવતા હતાં. આ વિવાદ સતત વધી રહ્યો હતો. એક દિવસ સંજીત જ્યારે પોતાના ઘરે બેસીનો જમી રહ્યો હતો ત્યારે ધૈારી ઉરાંત ત્યાં પહોંચ્યો અને ઝઘડો શરૂ થઈ ગયો હતો. આ મામલો એટલો ઉગ્ર બની ગયો કે, સંજીતે થાળી વડે ધારી પર હુમલો કરી દીધો હતો. ત્યાર બાદ ધક્કો આપીને ઢોરમાર પણ માર્યો હતો.
રાયપુરની હોસ્પિટલ ધારી ઉરાંવ દમ તોડ્યો
આ હુમલામાં ઘાયલ થયેલા વૃદ્ધ ધારી ઉરાંવને રાયપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. અહીં થોડા દિવસ સુધી તેમની સારવાર કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલમાં જ દમ તોડી દીધો હતો. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા હત્યાની ઘટનાને અંજામ આપતા આરોપીને ઝડપી લીધો અને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.