કરિયર - કીર્તિ શેખર
વર્તમાનમાં અર્બન ફાર્મિંગ અને હાઇડ્રોપોનિક્સ શબ્દો સફળ કરિયરનો પર્યાય બની ગયો છે. કેમ કે આજે અર્બન ફાર્મિંગ માત્ર શોખ નથી રહ્યો, પરંતુ તેજીથી આગળ વધતું પ્રોફેશનલ કરિયર બની ચુક્યું છે. શહેરોમાં ઝડપથી વધતી લોકસંખ્યા, મોંઘા ઓર્ગેનિક ફૂડ અને હેલ્થ અવેરનેસને કારણે આ ક્ષેત્રે કરિયર તરીકે લોકપ્રિયતા મેળવી લીધી છે. આ જ કારણ છે કે અનેક યુવાનો નોકરીઓ છોડીને આ ક્ષેત્રે કરિયર બનાવી રહ્યા છે.
શું છે આ હાઈડ્રોપોનિક્સ?
હવે સવાલ એ થશે કે અર્બન ફાર્મિંગ અને હાઈડ્રોપોનિક્સ શું છે? વાસ્તવમાં શહેરોમાં ટેરેસ, બાલ્કની અથવા ખાલી જગ્યાઓ પર ખેતી કરવામાં આવે છે એને અર્બન ફાર્મિંગ કહેવાય છે. માટી, પાણી અને અન્ય ન્યૂટ્રિએન્ટ સૈલ્યૂશન વગર જે પાક લેવામાં આવે એને હાઈડ્રોપોનિક્સ કહેવાય છે.
હાઈડ્રોપોનિક્સ દ્વારા તમે લેટ્યુસ, પાલક, ટામેટા, સ્ટ્રોબેરી અને માઇક્રોગ્રીન્સ જેવી ઉચ્ચગુણવત્તાવાળી શાકભાજીઓ ઉગાવી શકો છો. એના માટે તમારે શાકભાજીઓ ઉગાડવાની રહેશે અને એને હોટલ, રેસ્ટોરન્ટ અથવા સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની રહેશે.
આજની તારીખમાં હાઈડ્રોપોનિક્સ સ્ટાર્ટઅપ દ્વારા નાના પાયે સરળતાથી 30 હજારથી એક લાખ સુધી આવક રળી શકાય છે. એના માટે યોગ્ય ટ્રેઇનિંગની જરૂર હોય છે. બાદમાં જો તમને ખેતી ન કરવી હોય તો લોકોને આ દિશામાં માર્ગદર્શન આપીને મહિને વીસ હજારથી બે લાખ રૂપિયા કમાઈ શકો છો.
જો નોકરી કરવી હોય તો
જો તમે અર્બન ફાર્મિંગ અને હાઈડ્રોપોનિક્સમાં નિષ્ણાત હોવ અને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ ન કરવું હોય તો તમે કોઈ એગ્રેટેક કંપનીમાં કામ કરી શકો છો. એમાં અનેક પ્રકારની નોકરીની તક હોય છે. અનેક કંપનીઓમાં ફાર્મ મેનેજરની જરૂરત હોય છે. તેઓ વર્ષના 6 લાખથી 12 લાખ રૂપિયા પગાર તરીકે આપે છે. જેમ-જેમ તમારો અનુભવ વધશે તેમ-તેમ પગાર પણ વધતો જશે.
અર્બન ફાર્મિંગ માટે લાયકાત
અર્બન ફાર્મિંગ માટે સૌથી પહેલા પાયાગત કૌશલ શીખવું જરૂરી છે. જેમ કે પ્લાન્ટ સાયન્સ એટલે કે છોડનો વિકાસ કઈ રીતે થાય છે. તેમનો ન્યૂટ્રિએન્ટ મેનેજમેન્ટ શું હોય છે? સાથે જ તાપમાનનું મેનેજમેન્ટ પણ શીખવું પડશે. આ બધાની સાથે પાઇપિંગ પમ્પ, વોટર ફ્લો, બેસિક ઓટોમેશન જેવી ટેક્નિકલ સ્કિલ પણ શીખવાથી સફળતા મળી શકે છે. એના માટે ઓનલાઇન કોર્સ કરી શકાય છે. મોટાં શહેરોમાં હાઈડ્રોપોનિક્સને સંબંધિત કેટલીક ઇન્સ્ટિટ્યૂટ એકથી ત્રણ મહિનાનો સર્ટિફિકેટ પ્રોગ્રામ કરાવે છે.
માર્કેટ અને ડિમાન્ડ
આજકાલ માર્કેટમાં સૌથી વધુ 7થી 10 દિવસમાં ઊગી શકે એવા પાકની ડિમાન્ડ વધુ હોય છે. નાની જગ્યામાં નાના પાયે જો માઇક્રોગ્રીન્સ બિઝનેસ શરૂ કરવામાં આવે તો સરળતાથી મહિનાના 50 હજાર કમાઈ શકાય છે. માઇક્રોગ્રીન્સ ન્યૂટ્રિશન પાકની માગ હેલ્થ કોન્શિયસ રેસ્ટોરન્ટ અને જિમમાં વધુ હોય છે. ઓર્ગેનિક અને કેમિકલ ફ્રી શાકભાજીની માગ જે રીતે વધી રહી છે એને જોતાં મોટાં શહેરો જેવા કે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને પુણેમાં એની પ્રીમિયમ માર્કેટ ઉપલબ્ધ છે. હોટલ, કેફે, જિમ અને હેલ્થ સ્ટોર એના નિયમિત ગ્રાહકો
હોય છે.
જો યોગ્ય ટ્રેનિંગ, મહેનત અને ઉત્સાહથી હાઇડ્રોપોનિક્સમાં તમે કરિયર બનાવો તો નાની જગ્યામાં પણ તમે એક મોટો બિઝનેસ ઊભો કરી શકો છો.
હેલ્થ, પર્યાવરણ અને કમાણી ત્રણેય આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. નાના પાયે પણ આવક તો અઢળક કરી શકવાના.
ઘરે હાઇડ્રોપોનિક ખેતી શરૂ કરવા માટે ડિપ વૉટર કલ્ચર જેવી પ્રણાલીનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં માટી વગર સ્વચ્છ પાણી, હાઇડ્રોપોનિક પોષક તત્ત્વો અને કોકોપિટ વધુ કારગર નીવડે છે. એના માટે સૂર્ય પ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહે એની તકેદારી રાખવી. આ પર્યાવરણ માટે પણ સારી છે સાથે જ કિટકનાશકનો પ્રયોગ કરવામાં નથી આવતો.
ખેતરમાં પાક ઉગાડતી વખતે ખૂબ મહેનત કરવી પડે છે, પરંતુ એની સરખામણીએ હાઇડ્રોપોનિક્સમાં વધુ શ્રમ નથી કરવો પડતો. એટલે એમ કહી શકાય કે ઓછી મહેનતે વધુ આવક મળે છે.