Thu Apr 23 2026

Logo

Appleમાં એક યુગનો અંત: ટીમ કૂકે CEO પદ છોડવાની જાહેરાત કરી, જાણો કોણ સંભાળશે કંપનીની કમાન?

Los angeles   2 days ago
Author: Savan Zalariya
Article Image

લોસ એન્જલસ: દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલના નેતૃત્વમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, કંપનીએ જાહેરાત કરી છે કે ટિમ કૂક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) તરીકેનું પદ સપ્ટેમ્બર છોડશે. કંપની સાથે વર્ષોથી જોડાયેલા જોન ટર્નસને CEOનું પદ સંભાળશે.

એક નિવેદનમાં ટીમ કૂકે જણાવ્યું, "એપલના CEO બનવું અને એક અસાધારણ કંપનીનું નેતૃત્વ કરવા માટે મારા પર વિશ્વાસ મૂકવો એ મારા જીવનનો સૌથી મોટો લહાવો રહ્યો છે."

65 વર્ષીય કૂકના અગાઉ કહ્યું હતું કે જ્યારે તેઓ એપલના CEO નું પદ છોડી દેશે, ત્યારે તેઓ બોર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે. ટીમ કૂકના પદ છોડતાની સાથે એપલ માટે એક યુગનો અંત આવશે, તેમને  લગભગ 15 વર્ષ સુધી કંપની નેતૃત્વ કર્યું. 

કૂક કંપનીને નવી ઉંચાઈએ લઇ ગયા:
વર્ષ 2011 માં કંપનીના કોફાઉન્ડર અને CEO સ્ટીવ જોબ્સનું મૃત્યું થયા બાદ તે કૂકને CEO પદ સોંપવામાં આવ્યું હતું. કૂક એપલને એક નવી ઊંચાઈ પર લઇ ગયા. કૂકના નેતૃત્વ હેઠળ એપલે તેની પ્રોડક્ટ લાઇનનો વિસ્તાર કર્યો, ઉપરાંત એપલ મ્યુઝિક અને એપલ ટીવી પ્લસ જેવી સર્વિસ લોન્ચ કરી. 

કૂકના નેતૃત્વ હેઠળ કંપની 2018 માં $1 ટ્રિલિયનનું માર્કેટ વેલ્યુ સુધી પહોંચનારી પ્રથમ કંપની બની, જે 2022 માં $4 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ. જ્યારે ટિમ કૂકે CEO ની ભૂમિકા સંભાળી, ત્યારે Appleનું માર્કેટ કેપ $350 બિલિયન હતું.

કૂકે જોન ટર્નસ વિષે શું કહ્યું?
એપલ કમ્યુનિટીને લખેલા પત્રમાં ટિમ કૂકે એપલ સાથે તેના સમય વિશે વાત કરી. કૂકે જણાવ્યું કે તેમના માટે એપલના સીઈઓની ભૂમિકા "વિશ્વની શ્રેષ્ઠ નોકરી" છે.

કૂકે કહ્યું કે જોન ટર્નસ એપલના CEO પદ માટે યોગ્ય વ્યક્તિ છે, કારણ કે તેઓ એપલ સાથે બહોળો અનુભવ ધરાવે છે. તેમણે લખ્યું, "જોન ટર્નસ હોનહાર એન્જિનિયર અને વિચારક છે, જેમણે છેલ્લા 25 વર્ષો એપલ પ્રોડક્ટ ડીઝાઇન કરવામાં વિતાવ્યા છે, જે અમારા યુઝર્સને ખૂબ ગમે છે.”