Sun Apr 19 2026

Logo

ક્લોઝ અપ: સ્મૃતિ- વિસ્મૃતિનાં આ તે કેવાં વિષ-અમૃત...

1 hour ago
Author: ભરત ઘેલાણી
Article Image

ભરત ઘેલાણી

ઈશ્વરે આપેલું સૌથી મોટું વરદાન સ્મૃતિ છે કે વિસ્મૃતિ કે પછી એ બંને છે આપણા માટે અભિશાપ?

આ પણ વિધિની કેવી વિચિત્રતા કે સાથે ગાળેલી જે અનેક મધુર પળ એક સમયે મમળાવવી ગમતી હતી તે જ છૂટ્ટાં પડી ગયા પછી યાદ આવે ત્યારે કેવી કપરી લાગે ..

આ બધા ખેલ સ્મૃતિના છે. માનવ માત્ર માટે સ્મરણશક્તિ જેટલી જરૂરી છે-અગત્યની છે એટલું જ મહત્ત્વ વિસ્મૃતિનું છે. જેટલી સહજતા-સરળતાથી કોઈ વાત યાદ રહી જાય છે એટલી સહેલાઈથી એ વાત ભૂલી શકાતી નથી અને એ કોઈ બાહ્ય કારણોસર ભૂલાઈ જાય ત્યારે કોઈના પણ જીવનમાં જબરી ગૂંચ સર્જાય છે. વિસ્મૃતિની ઘટના તબીબી ભાષામાં “એમનેસિયા” (Amnesia) કહે છે.

આવી જ સ્મૃતિ વિસ્મૃતિની આંટીઘૂંટીની વાત થઈ છે તાજેતરમાં ટેલિકાસ્ટ થઈ રહી છે “યાદે”નામની એક સિરિયલમાં. એની કથા ટૂંકમાં કંઈક આવી છે…

એક જાણીતી કોર્પોરેટ હૉસ્પિટલમાં હેડ ઓફ મેડિસિનના હોદ્દા પર છે ડૉકટર વેદ મહેતા, જે એમની તબીબી કુશળતા માટે દેશભરમાં જાણીતા છે. એમની પત્ની પણ આ જ હૉસ્પિટલ સાથે સંકળાયેલી છે, પણ એ પતિ – પત્ની વચ્ચે સાંસારિક સુમેળ નથી. વાત ડિવોર્સ સુધી પહોંચે છે. આ દરમિયાન, ડૉ. વેદ અને એની રાઈટ હેન્ડ એવી આસિસ્ટન્ટ ડૉકટર વચ્ચે હુંફાળો સંબંધ બંધાય છે...અને અચાનક એક અકસ્માતમાં ડૉ. વેદ ગંભીર રીતે ઘવાય થઈને ભાન ગુમાવે છે....શ્રેષ્ઠ સારવારને કારણે એ બચી જાય છે, પણ જ્યારે ભાનમાં આવે છે ત્યારે એ છેલ્લાં આઠ વર્ષની બધી જ યાદ સ્મૃતિ ગુમાવી બેસે છે! આ આઠ વર્ષ દરમિયાન ડૉ. વેદની આસપાસ એવી ઘટનાઓ બની હોય છે, જેના આટાપાટામાં ડૉ.વેદ અટવાઈ જાય છે અને વિસ્મૃતિનાં એ વમળમાંથી એ બહાર આવે છે ત્યારે.... (આગે કા હાલ ટીવી કે ५रहे ५२ ...)

હકીકતમાં મેમેરી કે સ્મૃતિ કે પછી યાદદાસ્ત એટલે શું?

સરળ ભાષામાં કહીએ તો સસ્મૃતિ એ મગજની એવી વિશેષ ગોઠવણ છે કે જ્યાં જાતજાતની માહિતી પહોંચે ને એનો ત્યાં સંગ્રહ થાય પછી જરૂર પડે ત્યારે એ બહાર પ્રગટે.

વિસ્મૃતિનું પણ લગભગ આવું જ છે. જોઈતી વાત (એટલે કે માહિતી) મગજમાં ગોઠવાઈ જાય,પરંતુ જરૂર પડે ત્યારે એ સ્મૃતિરૂપે પ્રગટે જ નહીં અને વિસ્મૃતિના ગર્તામાં એ ધકેલાઈ જાય – ક્યારેક કામચલાઉ તો ક્યારેક હંમેશને માટે આવાં સ્મરણલોપનાં અકસ્માતથી લઈને વૃદ્ધાવસ્થાનાં અનેક કારણ હોઈ શકે. ફિલ્મમાં હીરો-હીરોઈન કોઈ અકસ્માતમાં યાદદાસ્ત ગુમાવે.

(મેં કહાં હું?!)ને પછી ફરી કોઈ ઍક્સિડન્ટ થાય અને ગુમાવેલી યાદેં પરત આવી જાય. જોકે આવું વાસ્તવમાં બહુ જ ઓછું બને છે અને જે બન્યાં છે એના પર તબીબી સર્વે પણ થાય છે.

ઉદાહરણ તરીકે, ૨૦૦૮ દરમિયાન નિયોમી જેકોબ નામની ૩૨ વર્ષી એક બ્રિટિશ મહિલાએ અચાનક પોતાની યાદદાસ્ત ગુમાવી. ૧૯૯૨થી લઈને ૨૦૦૮ સુધીની ૧૭-૧૮ વર્ષ દરમિયાનની બધી જ વાત એ ભૂલી ગઈ અને એ માનવા લાગી કે એ હજુ ૧૫ વર્ષની

જે છે…! કાળક્રમે સમય જતા એને પોતાના પતિ અને ૧૦ વર્ષના પુત્ર સહિતની બધા વાત ધીરે ધીરે યાદ આવવા લાગી..

આવો જ બીજો કિસ્સો છે ૨૦૨૨નો, જેમાં ડેનમાર્કથી અમેરિકા આવેલો ૪૧ વર્ષનો શરણાર્થી એક અકસ્માતમાં એની જિંદગીનાં છેલ્લાં ૨૦ વર્ષની બધી જ સમૃતિ ગુમાવી બેસે છે. એક વર્ષ સઘન તબીબી તથા મનોચિકિત્સાની સારવાર બાદ એને યાદશક્તિ પરત આવે છે...

આમ છતાં, વિસ્મૃતિ-સ્મૃતિ આપણા જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે એની ના નહીં. જેમ કોઈ ઘટના ધારો તોય એટલી સહજતાથી તમે ભૂલી જઈ શકતા નથી તેમ ધારો છતાંય બધું યાદ પણ નથી રાખી શકતા. યાદ સારી હોય કે નરસી, કુદરતી રીતે જ મગજની રચના જ એવી છે કે સમયના અમુક અંતરે – સમયે યાદ રાખવા ધારેલી માહિતી પણ કામચલાઉ વિસરાઈ જાય. મેમરી

વિશે લેટેસ્ટ રિસર્ચ કરનારા ટોરેન્ટોના ડૉ. પોલ ફ્રેન્કલેન્ડ કહે છે કે અમુક તબક્કે અમુક વાત વિસરાય જાય એ પણ અગત્યનું છે. એ ભૂલાય તો જ નવી માહિતી (યાદ) મગજમાં સંઘરાશે

જો કે, સ્મૃતિ હોય કે પછી વિસ્મૃતિ એ બન્નેમાંથી એકેયનો અતિરેક સારો નહીં. ધારી લો કે કોઈ વ્યક્તિ નાની વયથી લઈને આજ સુધીની પ્રત્યેક પળની સારી કે નરસી ઘટના જો એને યાદ રહી જાય તો શું થાય? કોઈએ ધાર્યું ન હોય એટલો માહિતીનો ભરાવો અથવા કહો તો માહિતીનો વિસ્ફોટ એના મગજમાં એવો થાય કે કોઈ પણ એને માનસિક રીતે “પચાવી' ન શકે.

બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા)ની ૩૪ વર્ષી રેબેકાને છેલ્લાં ૨૧ વર્ષથી અત્યાર સુધીની પ્રત્યેક ક્ષણ-મિનિટની દરેકે દરેક ઘટના યાદ છે. આનાથી ત્રસ્ત રેબેકાની આવી સ્મરણશક્તિને – “સુપર મેમરીને તબીબો “હાઈપર્થિમેસિયા” સિન્ડ્રોમ તરીકે ઓળખાવે છે. જગતમાં આવાં વિશિષ્ટ લક્ષણ અત્યારે માત્ર ૫૫-૬૦ વ્યક્તિ જ ધરાવે છે..

આનાથી સાવ વિરોધાભાસી સ્વસ્મૃતિ પણ છે, જેમાં કોઈ કોઈ વ્યક્તિ માત્ર ગણતરીની ૧૫- ૨૦ કે પછી ૩૦ મિનિટ માટેની જ યાદદાસ્ત ધરાવે.એ પછી એને આપવામાં આવેલી બધી જ માહિતીનું બાષ્પિભવન ! આને તબીબો ‘શોર્ટ ટર્મ મેમેરી” કહે છે. (યાદગાર ઉદાહરણ આમિર ખાનની ફિલ્મઃ “ગજની” !)

માનવ મગજ પણ સ્મૃતિની જેમ વિસ્મૃતિના પણ અનેક આટાપાટા ખેલે છે. ચોક્કસ ઘટના પછી અચાનક જીવનમાંથી ખોવાઈ જતી – લોપાઈ જતી કોઈ મેમરી મનદુરસ્તીને કઈ રીતે ડોહળી નાખે છે એ દર્શાવતી અનેક કથા રજૂ થઈ છે. તાજેતરની નવીટીવી સિરિયલ 'યાદેં’ પણ આનું જ એક ઉદાહરણ છે.

જાણીતા પત્રકાર શિશિર રામાવતના એક ગુજરાતી નાટકમાં એક એવી ચુલબુલી યુવતીની વાત આવે છે, જે એક કાર અકસ્માત પછી બધું જ ભૂલી જાય છે. એને માત્ર એક ચોક્કસ દિવસની બધી જ વાત યાદ છે અને એનાથી જ રોજ એની સવાર પડે છે. આ દરમિયાન એક યુવકના પ્રેમમાં પડે છે, પણ પછી મૂળ એક ઈગ્લિશ ફિલ્મ (50 First Dates) પર આધારિત આ નાટક ( “તને રોજ મળું છું હું પહેલી વાર') વિસ્મૃતિની વિસંગતિઓને સરસ રીતે રજૂ ७२ छे..

આમ જૂવો તો જ્ઞાનીઓ કહે છે તેમ અમુક સ્વસ્મૃતિ સમયની સાથે ભૂલાતી કે ભૂંસાતી નથી, પણ એ યાદને સહન કરી લેવાની શક્તિ આપણામાં વધે છે..

અહીં કોલમમાં જે નવી ટીવી સિરિયલ “યાર્દોની વાત કરી એ મૂળ એક સત્ય ઘટના અને ઈટાલિયન મેડિકલ ડ્રામા : "DOC Nelle Tue Mani' પર આધારિત છે. અહીં જોવાની ખૂબી એ છે કે ટીવી કે ફિલ્મકથામાં અણધાર્યો રહસ્યમય વળાંક લાવવા માટે મુખ્ય પાત્ર કોમામાં સરકી જાય અથવા તો વિસ્મૃતિના ધુમ્મસમાં અટવાઈ જતો હોય છે. આ “ટ્રીક” દર્શકો-વાચકોને ઝકડી રાખવા માટે સચોટ પુરવાર થાય છે...