Thu Apr 23 2026

Logo

લુધિયાણાના સ્વાસ્થ્ય વિભાગના દરોડા, 1500 કિલી એક્સપાયર દેશી ઘી જપ્ત કરવામાં આવ્યું

1 day ago
Author: Vimal Prajapati
Article Image

લુધિયાણા: લુધિયાણામાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સ્વાસ્થ્ય વિભાગને લુધિયાણામં ચેકિંગ શરૂ કર્યું તેવામાં નકલી ઘીનો પર્દાફાશ થયો છે. લુધિયાણમાં આવેલા ગિલ ચોકમાં આવેલા એક દુકાનમાં નકલી ઘી હોવાની બાતમી મળી હતી. ખાનગી બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યાં હતા. આ દરમિયાન સ્વાસ્થ્ય વિભાગને અહીંથી 1500 કિલો ગ્રામ દેશી ઘી મળી આવ્યું હતું, ચોંકાવનારી વાત એ છે કે, આ ઘી 2 વર્ષ પહેલા જ એક્સપાયર થઈ ગયુંમ હતું. ઘી એક્સપાયર થઈ ગઈ હોવા છતાં પણ તેને વેચવામાં આવી રહ્યું હતું. 

સ્વાસ્થ્ય વિભાગે આકસ્મિક રેડ પાડી

આ ઘી કોઈ બીજા રાજ્યમાંથી મંગાવવામાં આવ્યું હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. આ એક્સપાયર ઘીને લુધિયાણાના અલગ અલગ વિસ્તારમાં મોકલવાની તૈયારી ચાલી રહી હતી. આ સમગ્ર સ્વાસ્થ્ય વિભાગને જાણ થતાની સાથે વિભાગના આધિકારીઓ દ્વારા આકસ્મિક રેડ પાડવામાં આવી અને સમગ્ર મામલે પર્દાફાશ કર્યો હતો. 

લોકોને સ્વાસ્થ્ય સાથે રમત રમતા વેપારીઓ સામે લાલ આંખ

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, અહીં એવી કેટલીક વસ્તુઓ હતી જે એક્સપાયર થઈ ગઈ હોવા છતાં પણ તેને વેચવામાં આવી રહી હતી. 2024માં જે વસ્તુ એક્સપાયર થઈ ગઈ હોય તેને પણ આ દુકાનમાં વેચવામાં આવી રહી હતી. એટલે કે જાણીજોઈને લોકોને સ્વાસ્થ્ય સાથે રમત રમવામાં આવી રહી હતી. અધિકારીએ જણાવ્યું કે, એક્સપાયર થયેલા સામાનને પણ માર્કેટમાં ઉતારવાની તૈયારી ચાલી રહી હતી. જો કે, તે પહેલા જ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ચાર નમૂના લેબમાં મોકલવામાં આવ્યાં 

ટીમે સ્થળ પરથી કુલ ચાર નમૂના એકત્રિત કર્યા છે તેને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યાં છે. આમાં દેશી ઘીના બે નમૂના, સ્કિમ્ડ દૂધનો એક નમૂનો અને મલ્ટી-સોર્સ રસોઈ તેલનો એક નમૂનો સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા વાળાઓને છોડવામાં આવશે નહીં. વિભાગ સલામત અને ઉચ્ચ ગુણવત્તાવાળા ખાદ્ય ઉત્પાદનો સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ અધિકારીએ જણાવ્યું હતું.