Mon Apr 27 2026

Logo

લદ્દાખમાં એકસાથે 5 નવા જિલ્લાઓની રચનાની જાહેરાત; હવે કુલ અટલા જિલ્લાઓ થશે

2 hours ago
Author: Sawan Zalariya
Article Image

લદ્દાખ: 31 ઓક્ટોબર, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીર રાજ્યને સત્તાવાર રીતે બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરવામાં આવ્યું હતું. હવે લદ્દાખના વહીવટી માળખામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરે પાંચ નવા જિલ્લાઓની રચના માટેના નોટિફિકેશનને મંજૂરી આપી છે. 

લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને જાહેરાત કરી કે લદાખમાં નુબ્રા, શામ, ચાંગથાંગ, ઝાંસ્કર અમે દ્રાસ એમ પાંચ નવા જીલ્લા બનાવવામાં આવશે.

લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ જણાવ્યું કે પાંચ નવા જિલ્લાઓની રચના સાથે, હવે લદ્દાખમાં કુલ જિલ્લાઓની સંખ્યા હવે સાત થશે. તેમણે જણાવ્યું કે શાસનને નાગરિકો માટે વધુ સુલભ બનાવવા, વિકાસ, રોજગાર અને એન્ટરપ્રેન્યોરશીપ માટે નવી તકો ઊભી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

લેફ્ટનન્ટ ગવર્નરે X પર એક પોસ્ટમાં કરીને લખ્યું, "આજનો દિવસ લદ્દાખ માટે ઐતિહાસિક છે. મેં લદ્દાખમાં પાંચ નવા જિલ્લાઓની રચના માટેના નોટિફિકેશનને મંજૂરી આપી છે,  લદ્દાખના લોકોની આકાંક્ષાઓ અને લાંબા સમયથી ચાલી આવતી માંગણીને પૂર્ણ કરવામાં આવી છે. આ પાંચ નવા જિલ્લાઓ - નુબ્રા, શામ, ચાંગથાંગ, ઝાંસ્કર અને દ્રાસની રચના કરવામાં આવશે. લદ્દાખમાં હવે બેને બદલે સાત જિલ્લાઓ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના વિઝનને સાકાર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે."

વીકે સક્સેનાએ લખ્યું, “હું મારી ખાતરી આપું છું કે આ ઐતિહાસિક નિર્ણયથી લદ્દાખના દરેક નાગરિકને લાભ  થશે, કારણ કે સાથે મળીને આપણે એક ઉજ્જવળ, મજબૂત અને વધુ સમૃદ્ધ ભવિષ્ય તરફ આગળ વધવા ઇચ્છીએ છીએ.”