Mon Apr 27 2026

Logo

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય વેપારને વેગ મળશે, એફટીએ પર હસ્તાક્ષર

1 hour ago
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ભારત અને  ન્યુઝીલેન્ડે આજે મુકત વેપાર કરાર( FTA)પર હસ્તાક્ષર કર્યા છે. જેનો હેતુ બે દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાનો છે.ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકક્લેની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર બાદ ભારતીય નિકાસને ન્યુઝીલેન્ડમાં ટેરિફ-મુક્ત પ્રવેશ મળશે. 

રોજગારને પ્રોત્સાહન મળે તેવી સંભાવના

આ કરારમાં તમામ ટેરિફ લાઇન અને ઉત્પાદન શ્રેણીઓનો સમાવેશ થાય છે. જેમાં વસ્ત્રો, ચામડું, ફૂટવેર, રત્નો અને ઘરેણાં, એન્જિનિયરિંગ માલ અને પ્રોસેસ્ડ ફૂડ જેવાક્ષેત્રોની સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. આ કરારથી એમએસએમઇ તેમજ રોજગારને પ્રોત્સાહન મળે તેવી સંભાવના છે. 

અન્ય દેશોના ઉત્પાદન સામે અસરકારક રીતે સ્પર્ધા કરી શકશે

આ કરાર પૂર્વે ન્યુઝીલેન્ડ સિરામિક્સ, કાર્પેટ, ઓટોમોબાઇલ્સ અને ઓટોમોટિવ જેવા ભારતીય ઉત્પાદનો પર 10 ટકા સુધીનો ટેરિફ લગાવતો હતો. હવે  ટેરિફ-મુકતીના પગલે ભારતીય ઉત્પાદનો ન્યુઝીલેન્ડ બજારમાં અન્ય દેશોના ઉત્પાદન સામે અસરકારક રીતે સ્પર્ધા કરી શકશે.

29.97 ટકા ટેરિફ લાઇનને બાકાત રાખવામાં આવી

એફટીએ હેઠળ  ભારત તેના ઉત્પાદન ક્ષેત્ર માટે કાચો માલ, જેમ કે લાકડાના લોગ, કોકિંગ કોલસો અને મેટલ સ્ક્રેપ - માટે પણ ડ્યુટી ફ્રી ઍક્સેસ મળશે. આ ઉત્પાદન ખર્ચ ઘટાડશે અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. તેનાથી વિપરીત, ભારતે 70.03 ટકા ટેરિફ લાઇનપર ટેરિફ છૂટછાટો ઓફર કરી છે.જ્યારે સંવેદનશીલ સ્થાનિક ક્ષેત્રોને સુરક્ષિત રાખવા માટે 29.97 ટકા ટેરિફ લાઇનને બાકાત રાખવામાં આવી છે.

ભારતે દૂધ, ક્રીમ, ચીઝ સહિતના ઉત્પાદનો પર મુકિત ના આપી 

જ્યારે ભારતે સંવેદનશીલ ઉત્પાદનોમાં મુખ્યત્વે ડેરી વસ્તુઓ (દૂધ, ક્રીમ, ચીઝ, વગેરે), અન્ય પ્રાણી ઉત્પાદનો (મટન સિવાય), કૃષિ પેદાશો (ડુંગળી, ચણા, વટાણા, મકાઈ, બદામ), ખાંડ, કૃત્રિમ મધ, ચરબી અને તેલ, શસ્ત્રો અને દારૂગોળો, રત્નો અને ઘરેણાં અને તાંબુ અને એલ્યુમિનિયમ સંબંધિત ઉત્પાદનોમાં ન્યુઝીલેન્ડ મુકિત નથી આપી. 

ભારત ન્યુઝીલેન્ડની  30 ટકા ટેરિફ લાઇન પર ટેરિફ નાબૂદ કરશે

જ્યારે  ભારત ન્યુઝીલેન્ડની લગભગ 30 ટકા ટેરિફ લાઇન પર ટેરિફ નાબૂદ કરશે. જેમાં લાકડુ, ઊન, મટન અને કાચા ચામડા જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ દરમિયાન, 3, 5, 7 અને 10 વર્ષના સમયગાળા દરમિયાન 35.60 ટકા ટેરિફ લાઇન પર ટેરિફ તબક્કાવાર દૂર કરવામાં આવશે. આમાં પેટ્રોલિયમ તેલ, માલ્ટ અર્ક, વનસ્પતિ તેલ, મશીનરી અને સમાન વસ્તુઓનો સમાવેશ થાય છે.