બપોરે 12થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવાનો અનુરોધ
નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. બદલાતા હવામાનની પેટર્ન અને તાપમાનનો પારો વધુ ઊંચકાતા બીમારીનું જોખમ વધી ગયું છે. દેશના અનેક શહેરોમાં વધતી ગરમીએ નાગરિકોની ચિંતામાં વધારો કર્યો છે ત્યારે કેન્દ્ર સરકારે પણ નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે.
વધતા તાપમાનથી હીટવેવની અસર વધે
દેશમાં વધતી ગરમી-હીટવેવને કારણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે લોકોએ ગરમીથી અને હીટસ્ટ્રોકથી બચવા માટે ખાસ સાવધ રહેવાનો અનુરોધ કર્યો છે. એનસીડીસી (રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર) અને નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાયમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ (એનપીસીસીએચએચ)એ એડવાઈઝરી જારી કરને કહ્યું છે કે વધતા તાપમાનને કારણે હીટવેવની અસર લાંબા સમયગાળા સુધી રહે છે અને શરીરમાં પાણીની ઘટ પડવાથી હીટસ્ટ્રોકનું પ્રમાણ વધે છે.
12થી ચાર વાગ્યા સુધી ગરમીમાં નીકળવું નહીં
આરોગ્ય એજન્સીએ નાગરિકોને ખાસ કરીને પર્યાપ્ત માત્રામાં પાણી પીવા અને ઠંડા પીણાનું સેવન કરવાનો અનુરોધ કર્યો છે. લોકોએ ખાસ કરીને હળવા અને ઢીલા કપડા પહેરવાનું રાખવું જોઈએ. ખાસ કરીને બપોરના બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને ઘરને ઠંડુ રાખવા માટે તેમ ઘરમાં પાલતુ જાનવરોને પણ એકલા રાખવા નહીં.
બાળકો-વૃદ્ધોને પાણી પીવા માટે પ્રેરિત કરો
સરકારે કહ્યું છે કે બપોરના સમયની વધુ પડતી ગરમીના સમયગાળા દરમિયાન બાળકો, વૃદ્ધોને વધુ અસર પડે છે, તેથી શક્ય એટલા બહાર જવાનું ટાળવું જોઈએ. સ્કૂલમાં પણ બાળકોને ખાસ કરીને શક્ય એટલા વધુ પાણી પીવા માટે પ્રેરિત કરો.
યુપી અને રાજસ્થાનનું મોડલ દેશમાં લાગુ કરો
ભીષણ ગરમીથી બચવા અને હીટસ્ટ્રોકથી થનારા મોતને રોકવા માટે કેન્દ્ર સરકારે રાજ્યના ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરી હતી, જેમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પુડુચેરીએ જણાવ્યું હતું કે તેમણે અસરકારક પગલા ભર્યા હતા, જેને કારણે હીટવેવથી લોકોને બચાવવામાં મદદ મળી હતી. આ ઉપાયને અજમાવવાથી દેશમાં હીટવેવમાંથી રાહત થઈ શકે છે.
હીટવેવથી લઈને હીટડોમથી પણ બચી શકાય
ગરમીથી બચવા માટે ડોક્ટરે પણ મહત્ત્વના નિર્દેશ આપ્યા છે હીટસ્ટ્રોક અને ડિહાઈડ્રેશનના દર્દીઓએ ગરમીથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ. લૂ અને ગરમીથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી બીમારીથી બચી શકાય. આ વખતે હીટ ડોમ કહેવાય છે. આ મોટી બિલ્ડિંગ્સ સહિત અન્ય વિસ્તારમાં થાય છે જેને કારણે ભીષણ ગરમી, લૂ અને તાપમાનમાં પરોક્ષ રીતે વધારો થયા છે એને કારણે બીમારીનું જોખમ વધે છે. આ જ કારણથી લોકોને ગરમીની અસર થાય છે. આ સંજોગોમાં ફળો અને જ્યુસનું સેવન કરવું જોઈએ, એમ ડોક્ટરે જણાવ્યું હતું.