Mon Apr 27 2026

Logo

ભારતીય શેરબજારમાં અઠવાડિયાની શુભ શરૂઆત! સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો

10 hours ago
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેર બજારે ઉછાળા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એકચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ=191 પોઈન્ટના વધારા સાથે 76,856 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 47 પોઈન્ટના વધારા સાથે 23,945 પર ખુલ્યો.  

નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં 1,896  શેરોમાં તેજી જોવા મળી, 686 શેરોમાં ઘટાડો નોંધાયો, જ્યારે 199 શેરોમાં કોઈ ફેરફાર ન નોંધાયો. નિફ્ટી પર સન ફાર્મા, અદાણી પોર્ટ્સ, કોટક મહિન્દ્રા બેંક, એટરનલ અને જેએસડબ્લ્યુ સ્ટીલના શેર ટોપ ગેઈનર્સ રહ્યા, જ્યારે એક્સિસ બેંક, શ્રીરામ ફાઇનાન્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર્સ ટોપ લૂઝર્સ રહ્યા.

એશિયન બજારોમાં તેજી:
આજે સોમવારે એશિયન બજારો પર શરૂઆતના કારોબારમાં ઉછાળો નોંધાયો. જાપાનનો ઇન્ડેક્સ નિક્કી-225 અને દક્ષિણ કોરિયાનો ઇન્ડેક્સ કોસ્પીએ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા. નિક્કી-225માં 0.53%નો વધારો નોંધાયો, જ્યારે કોસ્પીમાં 1%નો વધારો નોંધાયો. 
યુએસ બજારો તેજી સાથે બંધ રહ્યા:
શુક્રવારે યુએસ બજારો ઉછાળા સાથે બંધ થયા હતાં. ટેક શેરોમાં ખરીદીને કારણે નાસ્ડેક અને S&P-500 રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા. S&P-500  56.68 પોઈન્ટ(0.80%)ના વધારા સાથે 7,165.08 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 398.09 પોઈન્ટ (1.63%)ના વધારા સાથે 24,836.60 પર બંધ થયો.