Mon Apr 27 2026

Logo

શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે’ ! સેન્સેક્સમાં મોટું ગાબડું, આ IT કંપનીનો શેરમાં મોટો ઘટાડો

3 days ago
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેર બજારે ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 180 પોઈન્ટના ઘટાડા સાથે 77,483 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 72 પોઈન્ટના ઘટાડા સાથે 24,100 પર ખુલ્યો.

NIFTY50 ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો ઇન્ફોસિસના શેરમાં નોંધાયો. માર્ચ ક્વાર્ટરના નબળા પરિણામોને કારણે દેશની બીજી સૌથી મોટી IT કંપનીના શેર 3.35% જેટલા ઘટીને 52 અઠવાડિયાના નવા નીચા સ્તરે પહોંચ્યા. 

નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, સન ફાર્મા, એટરનલ અને અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરો ટોપ લૂઝર્સ રહ્યા. કોલ ઈન્ડિયા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, મેક્સ હેલ્થકેર, નેસ્લે ઈન્ડિયા, ONGC અને ગ્રાસિમ ટોપ ગેઈનર્સ રહ્યા.

શરૂઆત બાદ માર્કેટ વધુ તૂટ્યું. સવારે 9:58 વાગ્યા સુધીમા  સેન્સેક્સ 800 પોઈન્ટ ઘટીને 76,864 પર અને NIFTY50 ઈન્ડેક્સ 218 પોઈન્ટ ઘટીને 23,955 પર પહોંચી ગયો.

એશિયન બજારોના મિશ્ર વલણ:
શુક્રવારે એશિયન બજાર પર શરૂઆતના કારોબારમાં મિશ્ર વલણ જોવા મળ્યું, જાપાનનાં ઇન્ડેક્સ નિક્કી-225માં 0.47%નો વધારો નોંધાયો અને ટોપિક્સમાં 0.30%નો વધારો નોંધાયો. દક્ષીણ કોરિયાના ઇન્ડેક્સ કોસ્પીમાં 0.23%નો ઘટાડો નોંધાયો, જ્યારે કોસ્ડેક સ્થિર રહ્યો. 

યુએસ બજારોમાં ઘટાડો:
ગુરુવારે યુએસ બજારો ઘટાડા સાથે બંધ થયા હતાં. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 180.70 પોઈન્ટ (0.37%)ઘટીને 49,309.33 પર બંધ થયો, જ્યારે S&P 500 29.60 પોઈન્ટ(0.41%)ના ઘટાડા સાથે 7,108.30 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 219.06 પોઈન્ટ (0.89%) વધીને 24,438.50 પર બંધ થયો.

ક્રુડના ભાવ વધ્યા:
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ અને ઈરાન વચ્ચે તણાવ વધવાને કારને ક્રૂડ ઓઇલના ભાવમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે, બ્રેન્ટ ક્રૂડ $106 પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયું છે, જ્યારે WTI પણ વધારો નોંધાયો.