Sun Apr 19 2026

Logo
IPL 2026:

એક ઓવરમાં ત્રણ વિકેટ પડતાં રાજસ્થાનનો દાવ 9/155ના સ્કોર પર સમેટાયો

1 hour ago
Author: Ajay Motiwala
Article Image

કોલકાતાઃ ઇડન ગાર્ડન્સમાં અજિંક્ય રહાણેની કોલકાતા (Kolkata)ની સામે રાજસ્થાને સાધારણ દેખાવ કર્યો છે. 20 ઓવરમાં આ ટીમ નવ વિકેટે માત્ર 155 રન કરી શકી.

કાર્તિક ત્યાગીની 19મી ઓવરમાં ત્રણ વિકેટ પડતાં રાજસ્થાન (Rajasthan)નો સ્કોર સીમિત રહ્યો હતો. તેણે પ્રથમ બૉલમાં જાડેજા (નવ રન), ત્રીજા બૉલમાં હેટમાયર (15 રન) અને પાંચમા બૉલમાં રવિ બિશ્નોઈ (0)ની વિકેટ લીધી હતી.

વૈભવ સૂર્યવંશી (46 રન, 28 બૉલ, બે સિક્સર, છ ફોર) અને યશસ્વી (39 રન, 29 બૉલ, બે સિક્સર, ચાર ફોર) વચ્ચે 81 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી, પરંતુ આખી ટીમમાં એક પણ ખેલાડીની વ્યક્તિગત હાફ સેન્ચુરી નહોતી. જુરેલ માત્ર પાંચ રને, કૅપ્ટન રિયાન પરાગ 12 રન અને ડૉનોવાન ફરેરા સાત રન કરીને આઉટ થયો હતો.

કોલકાતાના બોલર્સમાં કાર્તિક ત્યાગીએ બાવીસ રનમાં ત્રણ અને વરુણ ચક્રવર્તીએ 14 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. બીજા સ્પિનર સુનીલ નારાયણને 26 રનમાં બે વિકેટ મળી હતી. એકંદરે કોલકાતાનો બોલિંગ પર્ફોર્મન્સ સારો હતો, પણ હવે કોલકાતાના બૅટ્સમેનોની છ દિવસમાં રમાઈ રહેલી તેમની આ ત્રીજી મૅચમાં કસોટી થશે.